/connect-gujarat/media/post_banners/4d6eae90264b2c4fc31fa6c9673ee8933f27a10061140625d580e921161e975b.jpg)
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુડસદ રેલ્વે ફાટક પર માલગાડીએ એક કારને અડફેટે લઈને અંદાજીત 50 મીટર ઢસડી હતી. આ અકસ્માતમાં કારને ભારે નુક્શાન થયું હતું, જ્યારે ચાલકનો આબાદ બચાવ થયો હતો.
મળતી માહિતી અનુસાર, ભરૂચથી સુરત વચ્ચે ડી.એફ.સી.સી. માટે બની રહેલા રેલ્વે ટ્રેક ઉપર ગત સોમવારે રાતે કુડસદ ફાટક નજીક હરિયાણા પાર્સીંગની કાર લઈને ચાલક ઉભો હતો. તે દરમ્યાન કોરીડોરની કામગીરી માટે સાયણથી કીમ માલગાડી જેવી ખુલ્લી ટ્રેનમાં રેલ્વે પાટા નીચે સિમેન્ટના બ્લોક વહન કરી ટ્રેન પરત કીમ તરફ આવી રહી હતી, ત્યારે ટ્રેક ઉપર કોઈ કર્મચારી અથવા દિશાસૂચક ચેઈન કે, સાંકળ બાંધેલી ન હોવાથી રીવર્સ આવી રહેલી ટ્રેને કારને અડફેટે લઇ અંદાજે 50 મીટર સુધી ઢસડી હતી. રેલ્વે ટ્રેક પર કારની નજીક ટ્રેન આવી જતા કારચાલક ગભરાઈ ગયો હતો. કાર રેલવે ટ્રેકથી બહાર આવી શકે તેમ ન હતી. જેથી ટ્રેન સાથે કાર અથડાશે તેવી બીક કારચાલકને થઈ ગઈ હતી. આ દરમ્યાન કાર ચાલક સમય સુચકતા વાપરી બહાર નીકળી ગયો હતો. જેને લઇ સદનસીબે તેનો આબાદ બચાવ થયો હતો.