/connect-gujarat/media/post_banners/d4e5d17bfdabad9cec7c1f527a739ed3c48be5b960f26723e7178ace950ee1a0.jpg)
સુરત શહેર થતાં જીલ્લામાં વધતા જતા ગુન્હાને લઈ પોલીસ વિભાગ એક્શનમાં આવ્યું છે. શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ કમિશનર સહિતના પોલીસ કાફલાએ ફૂટ પેટ્રોલીંગ કર્યું હતું.
છેલ્લા ઘણા સમયથી સુરત શહેર તથા જિલ્લામાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે. અહી ધોળા દિવસે માથાભારે ઇસમો અપહરણ, ખંડણી, લૂંટ, ચોરી, હત્યા, ધાડ અને પોલીસ ઉપર હુમલા સહિતના ગુનાઓને અંજામ આપી રહ્યા છે, ત્યારે સુરતના અતિ સંવેદનશીલ ગણાતા એવા પાંડેસરા વિસ્તારમાં ખુદ પોલીસ કમિશનર અજયકુમાર તોમરે પોલીસ કાફલા સાથે ફૂટ પેટ્રોલીંગ હાથ ધર્યું હતું.પાંડેસરાના અલગ અલગ વિસ્તારમાં પોલીસ કમિશનરે ફરીને કોમ્બિંગ કર્યું હતું. જોકે, હવે વધતાં જતાં ગુનાઓને ડામવા સુરત પોલીસે પૂરેપુરી તૈયારી બતાવી છે તે આ ફૂટ પેટ્રોલીંગને જોતાં સાબિત થઈ રહ્યું છે.