Connect Gujarat
સુરત 

સુરત : અમદાવાદમાં વેપારી સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે કાપડ વેપારીઓ સાથે 4 કરોડની ચીટિંગ કરનાર આરોપીને અમદાવાદ ખાતેથી ઝડપી પાડ્યો છે.

X

સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે કાપડ વેપારીઓ સાથે 4 કરોડની ચીટિંગ કરનાર આરોપીને અમદાવાદ ખાતેથી ઝડપી પાડ્યો છે.આરોપી વિરુદ્ધ સુરતના ખટોદરા પોલીસ મથક અને અમદાવાદના ક્રાઈમ બ્રાન્ચમાં રૂપિયા 4 કરોડની ચીંટિંગની ફરિયાદ નોંધાઈ હતી.

સુરતના ખટોદરા પોલીસ મથકમક તારીખ 13-03-2023ના રોજ આરોપીના નાના ભાઈ દિનેશ પટેલ,ભરત પટેલ સહિત અન્ય ઈસમો વિરુદ્ધ પિયુષભાઈ બારડોલીવાલાએ 2 કરોડની ચીટિંગની ફરિયાદ નોંધાવી હતી.દિનેશ પટેલ આરતી સિલ્ક મિલન કર્તાહર્તા હતા અને અમદાવાદમાં ચાણક્ય ઇન્ટરનેશનલમાં પણ કર્તાહર્તા હતો.અમદાવાદના જીતેન્દ્ર રસિકલાલ શાહ પાસેથી આરોપી દિનેશ પટેલે માલ મંગાવી પૈસા નહીં નહીં ચૂકવ્યા હતા.આ મામલે જીતેન્દ્ર શાહે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.ક્રાઈમ બ્રાન્ચ પોલીસે છેતરપિંડીની ઘટનાને અંજામ આપનાર મુખ્ય આરોપી પ્રવિણ પટેલની ધરપકડ કરી છે.આરોપી મૂળ પાટણ સિધ્ધપુરનો વતની છે.સુરત શહેરના અલ્થાણ સોમેશ્વર કેનાલ રોડ ખાતે રહેતો હતો પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Next Story