સુરત : ચાર્જિંગમાં મુકેલી ઇ-બાઈકમાં બ્લાસ્ટ થતાં ગેસનો બોટલ પણ ફાટ્યો

સુરત શહેરના લિંબાયત વિસ્તારના મહારાણા પ્રતાપ ચોક નજીક લક્ષ્મી પાર્ક સોસાયટીમાં નીચે હાર્ડવેરની દુકાન અને ઉપર 2 માળનું મકાન આવેલું છે.

New Update

સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં હાર્ડવેરની દુકાન પાછળ ચાર્જિંગમાં મુકેલ ઇલેક્ટ્રિક વાહનમાં આગ લાગતાં નજીકમાં રહેલા ગેસ સિલિન્ડરમાં પણ પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો. આ દુર્ઘટનામાં એક યુવતીનું મોત થયું હતુંજ્યારે 4 લોકોને ગંભીર ઇજાના પગલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

સુરત શહેરના લિંબાયત વિસ્તારના મહારાણા પ્રતાપ ચોક નજીક લક્ષ્મી પાર્ક સોસાયટીમાં નીચે હાર્ડવેરની દુકાન અને ઉપર 2 માળનું મકાન આવેલું છે. દુકાનની પાછળ વાડાના ભાગમાં ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગમાં મુક્યું હતું. જેમાં બ્લાસ્ટથી આગ લાગી હતીઅને ત્યાં બાજુમાં જ રહેલા ગેસ સિલિન્ડરમાં પણ આગ લાગતા બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં એક દીવાલ અને દરવાજો પણ તૂટી ગયો હતો. બનાવની જાણ થતાં ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું.

આગની ઘટનામાં માં 5 લોકોનો પરિવાર ઝપેટમાં આવ્યો હતો. જેમાં 18 વર્ષીય યુવતી મહિમા દોલારામ સિરાવિ આગમાં ભડથું થઇ ગઇ છેજ્યારે પરિવારના અન્ય 4 સભ્યો દોલારામ સિરવિચંપાબેન સિરવિચિરાગ સિરવિ અને દેવિકા સિરવિ ગંભીર રીતે દાઝી જતા તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કેસારવારમાં રહેલા પિતાને દીકરીનું મોત થયું હોવાની જાણ કરવામાં આવી નથી. મૃતક યુવતી ધોરણ 12માં અભ્યાસ કરી રહી હતી. બનાવ સંદર્ભે ડેપ્યુટી મેયર ડો. નરેન્દ્ર પાટીલ પણ ઘટનાસ્થળે અને ત્યારબાદ સ્મીમેર હોસ્પિટલ ખાતે ઇજાગ્રસ્તોની મુલાકાત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કેપાર્કિંગમાં આખી રાત ઈ-બાઈક ચાર્જિંગમાં રહેતા બ્લાસ્ટ થયો હતોઅને આગ લાગી હતી. ઉપરના માળે પરિવાર સૂતો હતો. આગના કારણે ગેસ સિલિન્ડર પણ ફાટ્યો હતો.

Read the Next Article

સુરત : એવરેસ્ટ અને મેગીના ભેળસેળ યુક્ત મસાલા બનાવવાનું કારખાનું ઝડપાયું,પોલીસે માલિક સહિત પાંચની કરી ધરપકડ

સુરતના ઉધનામાં એક મકાનમાં બ્રાન્ડના નામે ભેળસેળ યુક્ત મસાલા બનાવવાનું કૌભાંડ આચરવામાં આવતું હતું,જે કારખાના પર પોલીસે રેડ કરીને બનાવટી મસાલાનો પર્દાફાશ કર્યો હતો.

New Update
  • ઉધનામાં ભેળસેળ યુક્ત મસાલાનો મામલો

  • એવરેસ્ટ અને મેગીના બનાવતા હતા મસાલા

  • પોલીસે દરોડા પાડીને કારખાનયુ ઝડપી લીધું

  • માલિક સહિત પાંચ લોકોની ધરપકડ

  • પોલીસે 21.74 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

સુરતના ઉધનામાં એક મકાનમાં બ્રાન્ડના નામે ભેળસેળ યુક્ત મસાલા બનાવવાનું કૌભાંડ આચરવામાં આવતું હતું,જે કારખાના પર પોલીસે રેડ કરીને બનાવટી મસાલાનો પર્દાફાશ કર્યો હતો.અને કારખાનાના માલિક સહિત પાંચ લોકોની ધરપકડ કરીને રૂપિયા 24.71 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.જ્યારે આ ઘટનામાં એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

સુરતના ઉધના વિસ્તારમાં એક મકાનમાં ભેજાબાજો દ્વારા એવરેસ્ટ અને મેગીના ભેળસેળ યુક્ત મસાલા બનાવવામાં આવી રહ્યો હતો.જે અંગેની જાણ સુરત ઝોન 2 પોલીસને થતા પોલીસની ટીમે દરોડા પાડ્યા હતા.પોલીસ દ્વારા રેડ કરવામાં આવતા જ કારખાનામાં કામ કરતા કામદારો અને માલિકમાં ફફડાટ વ્યાપી ગયો હતો.પોલીસે કારખાનામાં મસાલા પેકિંગનું કામ કરતા વિનોદ રાજેન્દ્ર દાસકેલુ મુર્મ,વિનોદ પુના દાસસુરેન્દ્રકુમાર દાસ અને કારખાનાના માલિક સુનિલ સોનીને પોલીસે ઝડપી પાડ્યા હતા.અને પોલીસે 24 લાખ 71 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.તેમજ કારખાનાના અન્ય માલિક અનિલ ગોહેલને વોન્ટેડ જાહેર કર્યો હતો.પોલીસે ભેળસેળ યુક્ત મસાલાના કૌભાંડના પર્દાફાશ બાદ આ મસાલાના પેકેટ ક્યાં અને કેટલા લોકોને વેચવામાં આવ્યો છે,તે અંગેની તપાસ પણ શરૂ કરવામાં આવી છે.