/connect-gujarat/media/post_banners/fb7c4b19fc9990216bd8cac8cbfe70d8543914ae4dbaca2363b8a9b7fec80e51.jpg)
સુરત બેઠક બિન હરીફ થવાના પરિણામ મામલે તાત્કાલિક સુનાવણીની અરજીને હાઇકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે.
લોકસભા ચૂંટણીના મતદાન પૂર્વે સુરત બેઠક ભારતીય જનતા પાર્ટીએ બિનહરીફ હાંસલ કરી છે. સુરત બેઠકના પરિણામને લઈને ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. ભાજપના મુકેશ દલાલની જીતને હાઇકોર્ટમાં પડકારવામાં આવી છે જોકે ગુજરાત હાઈકોર્ટે અરજી પર તાત્કાલિક સુનાવણીની માંગ ફગાવી છે.ચૂંટણીને લગતા મુદ્દાઓને જાહેર હિતના માધ્યમમાં લાવવા પર HCની નારાજગી છે. ચૂંટણી સંબધિત કેસોમાં રીપ્રેઝન્ટેટિવ ઓફ પીપલ્સ એક્ટની જોગવાઇ છે તેમ અદાલતે જણાવ્યું છે. આ સામે જો અરજદારએ ઉમેદવાર ન હોય તો તે રીપ્રેઝન્ટેટિવ ઓફ પીપલ્સ એક્ટ મુજબ જીત પડકારી શકે નહીં તે જ માટે આ અરજી કરી છે તેમ અરજદારે દલીલ કરી છે.અરજદારે કહ્યું છે કે હું સુરતનો સામાન્ય મતદાર છું અને નકારાત્મક મતદાનનો હક પણ છીનવાયો છે. સુરતમાં લોકો પાસેથી પણ નકારાત્મક મતદાનનો હક છીનવાયો છે. બિન હરીફ ઉમેદવાર મતદાન બાદ જીતેલા ઉમેદવાર બરાબર જ છે અને તે જ માટે RP એક્ટમાં પણ અલગથી ગણી શકાય નહીં જે વાત પાર હાઇકોર્ટે તાત્કાલિક સુનાવણીની માંગ ફગાવી છે.