-
કોર્ટ બહારથી યુવકના અપહરણની ઘટનાથી ચકચાર
-
અપહરણકારોએ યુવક પાસે માંગ્યા રૂપિયા
-
પોલીસના ડરથી અપહરણકારોએ યુવકને છોડ્યો
-
યુવકે અપહરણકારો સામે નોંધાવી ફરિયાદ
-
પોલીસે ફરિયાદ દર્જ કરીને શરૂ કરી તપાસ
સુરતમાં એક યુવકનું કોર્ટ બહારથી જ અપહરણ કરીને તેને કારમાં લઈ જવામાં આવ્યો હતો.અને રૂપિયાની માંગણી કરવામાં આવી હતી.જોકે પોલીસના ડરથી અપહરણકારો યુવકને પરત કોર્ટ પાસે છોડીને ફરાર થઇ ગયા હતા.સમગ્ર ઘટના અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
સુરત કોર્ટનું કામ આટોપીને રોહિત ભીખુભાઈ રાઠોડ કોર્ટ બહાર ઉભો હતો.તે દરમિયાન ત્રણ ચાર જેટલા શખ્સો રાકેશ બાલો, પંકજ પંગ્યો અને દીપક બોક્સ સહિત ચાર લોકો આવ્યા હતા.તેઓએ રોહિતના મિત્રો સાથે માથાકૂટ કરવા લાગ્યા હતા. ધક્કામૂકી કરીને અપશબ્દો બોલતા હતા.મારામારી બાદ રોહિતનું અપહરણ કરીને અપહરણકારો ફરાર થઇ ગયા હતા.અને રૂપિયાની માંગણી કરતા હતા.જોકે અપહ્યત રોહિતનો ભાઈ પોલીસ સ્ટેશનમાં ગયો હોવાથી અપહરણકારો રોહિતને પરત કોર્ટ પાસે છોડીને ફરાર થઇ ગયા હતા. સમગ્ર ઘટના અંગે રોહિતે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.