સુરત : માત્ર 100 રૂપિયા માટે રૂમ પાર્ટનરે જ કરી રૂમ પાર્ટનરની ઘાતકી હત્યા, પોલીસે કરી હત્યારાની ધરપકડ

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં માત્ર 100 રૂપિયાની લેતીદેતીમાં યુવકની તેના જ રૂમ પાર્ટનરે પથ્થર મારી હત્યા કરી હતી,

New Update
સુરત : માત્ર 100 રૂપિયા માટે રૂમ પાર્ટનરે જ કરી રૂમ પાર્ટનરની ઘાતકી હત્યા, પોલીસે કરી હત્યારાની ધરપકડ

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં માત્ર 100 રૂપિયાની લેતીદેતીમાં યુવકની તેના જ રૂમ પાર્ટનરે પથ્થર મારી હત્યા કરી હતી, ત્યારે પોલીસે આ મામલે ગુનો નોંધી હત્યારાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisment

મળતી માહિતી અનુસાર, સુરતના પાંડેસરા વિસ્તાર સ્થિત સિધ્ધાર્થ નગરમાં મનોરંજન મુની અને હત્યારો ભીખુ સ્વાંઇ સાથે રહેતા હતા. ગત તા. 7મી ભીખુ પાસેથી મનોરંજને 100 રૂપિયા ઓછીના લીધા હતા, જ્યારે તા. 9મીએ સવારે ભીખુએ 100 રૂપિયા માંગતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. તે વખતે રૂમના માલિકે બંનેને છોડાવ્યા હતા. બાદમાં રાત્રે બન્ને મેશમાં જમવા ગયા, ત્યારે ભીખુએ 100 રૂપિયા માંગતા મનોરંજને રૂપિયા આપી દીધા હોવાનું કહી માથાકૂટ કરી હતી. આથી ભીખુ સ્વાંઇએ શનિવારે મધરાતે મનોરંજન સૂતો હતો, ત્યારે પથ્થર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યાના બનાવના પગલે પાંડેસરા પોલીસે હત્યારા ભીખા સ્વાઇની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisment