/connect-gujarat/media/post_banners/4e6189979eded70e64189bbbe46ccaa6fd5bf79be4e101ec5d0152d99e01546c.jpg)
ગુજરાત ચેમ્બર દ્વારા સુરતના સરસાણા ખાતે આજથી તા. 25 જુલાઇ સુધી યોજાનાર વિવનીટ એકઝીબીશન-2022 અંતર્ગત સેકન્ડ એડીશનનું ઉદઘાટન CMAIના પ્રમુખ રાજેશ મસંદના હસ્તે કરવામાં આવ્યું હતું.
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા તા. 23થી 25 જુલાઇ દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે 'વિવનીટ એકઝીબીશન-2022નું આયોજન કરવામાં આવ્યું છે. જેનું ધ કલોધીંગ મેન્યુફેકચરર્સ એસોસીએશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ રાજેશ મસંદના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ સમારોહ દરમ્યાન ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ ટેકસટાઇલ્સના એડીશનલ ટેકસટાઇલ કમિશનર એસ.પી.વર્મા તથા સીએમએઆઇના ચીફ મેન્ટર રાહુલ મહેતા અતિથિ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. એક્ઝિબિશનમાં સસ્ટેનેબલ બાયો ડીગ્રેડેબલ ફેબ્રિકસ પ્રદર્શનની થીમ, લોટસ સ્ટેમમાંથી બનેલું ફેબ્રિક અને લેપેટ ફેબ્રિક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે,
પ્રદર્શનમાં 160 જેટલા એકઝીબીટર્સ ભાગ લીધો છે. દુબઇ ખાતેથી દુબઇના ટેકસટાઇલ ટ્રેડર્સનું એસોસીએશન ટેકસટાઇલ મર્ચન્ટ્સ ગૃપ ટેકસમાસનું પ્રતિનિધી મંડળ પ્રદર્શનની મુલાકાતે આવ્યા છે. આથી એકઝીબીટર્સને ગ્લોબલી બિઝનેસ માટેનું પ્લેટફોર્મ સરળતાથી મળી રહેશે. સાથે જ ભારતની મુખ્ય કાપડની મંડીઓ જેવી કે, ઇન્દોર, કટક, જયપુર, પૂણે, બનારસ, ગ્વાલિયર, હૈદરાબાદ, બેંગ્લોર, મદ્રાસ, ચંડીગઢ, લુધિયાના, કોલકાતા, લખનઉ, ચેન્નાઇ, મુંબઇ અને દિલ્હીથી ફેબ્રિકસના મોટા ગજાના જેન્યુન બાયર્સ પ્રદર્શનની મુલાકાત આવ્યા છે. જોકે, આ એકઝીબીશનને મળેલી સફળતાના પગલે આ વર્ષે વિવનીટ એકઝીબીશનનું સેકન્ડ એડીશન યોજાય રહ્યું છે.