Connect Gujarat
સુરત 

સુરત : હાર્ટ એટેકથી મોત થવાનો સીલસીલો યથાવત, વધુ 2 લોકોના મોત નિપજતા સન્નાટો...

રાજ્યભરમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકના બનાવ વધી રહ્યા છે. ખાસ કરીને નાની ઉંમરે હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું છે,

X

રાજ્યભરમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકના બનાવ વધી રહ્યા છે. ખાસ કરીને નાની ઉંમરે હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું છે, ત્યારે સુરત શહેરમાં વધુ 2 લોકોના હાર્ટ એટેકથી મોત થતાં સન્નાટો વ્યાપી ગયો છે.

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. યુવાઓ અને કિશોરોને પણ હાર્ટ એટેક ભરખી રહ્યો છે, ત્યારે હાલમાં જ સુરતમાં 2 લોકોના હાર્ટ એટેકથી મોતની ખબર સામે આવી રહી છે. શહેરના પાર્લેપોઈન્ટ વિસ્તાર સ્થિત પ્રતિસ્થા કોમ્પ્લેક્સમાં વોચમેનને હાર્ટ એટેક આવતા તેમનું મોત નીપજ્યું હતું. સુરતમાં રહેતા 52 વર્ષીય રામજીભાઈને જમ્યા બાદ અચાનક છાતીમાં દુઃખાવો થતા તેઓ ઢળી પડતાં તેઓનું પણ મોત નીપજ્યું હતું. સુરત શહેરમાં એક જ દિવસમાં 2 લોકોના હાર્ટ એટેકથી મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે. તો બીજી તરફ, બન્નેના મૃતદેહને પોસ્ટમાર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે, ત્યારે હાલ તો મોતનું સાચું કારણ PM રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે.

Next Story