/connect-gujarat/media/post_banners/393e9f5c11225a759ae938a7b152502123188a52dc1f248e3310d9def29656de.jpg)
રાજ્ય સરકારે શેરડીના ઊભા પાકનો નાશ કરતા ભૂંડનાં ત્રાસથી બચવા માટે નાના અને સીમાંત ખેડૂતો પણ પોતાના ખેતરો ફરતે કાંટાની વાડ ઊભી કરી શકે એ માટે સહાય પાત્ર વિસ્તારની મર્યાદા ઘટાડવા અને સહાયનું ફંડ વધારવા જોગવાય કરી છે
ખેડૂત આગેવાનોની રજૂઆતને પગલે સરકારે સહાયપાત્ર વિસ્તારની મર્યાદા 5થી ઘટાડી 2 હેક્ટર કરી છે ત્યારે સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં શેરડીના ઊભા પાકનો નાશ કરતા ભૂંડનાં ત્રાસથી બચવા માટે નાના અને સીમાંત ખેડૂતો પણ પોતાના ખેતરો ફરતે કાંટાની વાડ ઊભી કરી શકે એ માટે સહાય પાત્ર વિસ્તારની મર્યાદા ઘટાડવા અને સહાયનું ફંડ વધારવા માંગ કરવામાં આવી હતી. સહકારી અને ખેડૂત આગેવાન જયેશ પટેલ-દેલાડએ જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રી, સહકારમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર.પાટીલને કરવામાં આવેલી રજૂઆતો ફળી છે. સરકારે રાજ્યના ખેડૂતોના વિશાળ હિતમાં મોટો નિર્ણય લઈ કાંટાળા તારની વાડ કરવાની યોજનાને વધુ સરળ બનાવી છે.સહાય પાત્ર વિસ્તાર ગત વર્ષે 10 હેક્ટરથી ઘટાડી 5 કર્યો હતો. પણ વિશેષ કરી દક્ષિણ ગુજરાતના ખેડૂતોની રજૂઆતને પગલે સહાય પાત્ર વિસ્તાર હવે 2 હેક્ટર કરી કરી દીધો છે. એટલું જ નહીં, ગુજરાત સરકારે આ યોજનામાં સહાય માટે 350 કરોડની જોગવાઈ કરી છે. આ નિર્ણયથી રાજ્યના 55 લાખ ખેડૂતોને લાભ થશે