સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં ATM તોડીને રૂપિયા 15 લાખની ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો, પોલીસે આ ચોરીનો ભેદ ઉકેલીને હરિયાણાથી ત્રણ આરોપીની ધરપકડ સાથે રૂપિયા 4 લાખ રિકવર કર્યા હતા, જ્યારે બે આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
સુરતના જહાંગીરપુરા પોલીસનાં હદ વિસ્તારમાં ATMમાંથી રૂપિયા 15 લાખ રોકડની ચોરી થઇ હતી,અને ચોર ટોળકી ચોરીને અંજામ આપીને ફરાર થઈ ગઈ હતી.આ ચોરીનો ભેદ ઉકેલવા માટે પોલીસે જુદી જુદી ટીમો બનાવીને સઘન તપાસ શરૂ કરી હતી.
જેમાં 100 જેટલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવામાં આવ્યા હતા,અને તેમાંથી પોલીસને ચોરીનો ભેદ ઉકેલવાની કડી મળી હતી. અને આરોપીઓ હરિયાણા ભાગી ગયા હોવાની માહિતી મળતા તપાસ શરૂ કરી હતી, જહાંગીરપુરા પોલીસે હરિયાણાથી ત્રણ આરોપીઓ તોહીદ ખાન તૈયબ ખાન, આદિલ ચંચલ ખાન, સાકીર મોમીન કુરેશીની ધરપકડ સાથે રૂપિયા 4 લાખ રોકડા રિકવર કર્યા હતા,જ્યારે આ ઘટનામાં હજી બે આરોપીઓ પોલીસ પકડથી દૂર હોવાનું જાણવા મળ્યું છે.