/connect-gujarat/media/post_banners/f6b2f017748265a199fe73dbfe7c69c510ce3c682c7ec5e82c8d46be6cd246c3.jpg)
સુરતમાં પુષ્પાની એન્ટ્રી થઈ હોવાનું લાગી રહ્યું છે. પુષ્પા ફિલ્મની સ્ટાઇલથી ઐતિહાસિક ગાંધીબાગમાં ચંદનના 2 વૃક્ષની ચોરી થતા ચકચાર મચી જવા પામી છે.
સુરત મહાનગર પાલિકાના ગાર્ડન વિભાગની વહીવટી ઓફિસ ધરાવતા ઐતિહાસિક ગાંધીબાગમાં વધુ એક વખત પુષ્પા ફિલ્મની સ્ટાઇલમાં ચંદનના 2 વૃક્ષ ચોરાયા છે.4 દિવસ બાદ પણ પાલિકાએ પોલીસ ફરિયાદ નોંધાવી નથી. એટલું જ નહીં વર્ષે 3.50 કરોડનો ખર્ચ સિક્યોરિટી એજન્સી પાછળ થાય છે છતાં ગાંધી બાગમાં 5 માસમાં જ બીજી વખત ચંદનના વૃક્ષની ચોરી થતા ચંદનના 15 વૃક્ષ હવે ઘટીને 10 થયા છે.
સુરતમાં ચોકબજાર સ્થિત ઐતિહાસિક ગાંધીબાગમાં વધુ એક વખત પુષ્પા ફિલ્મની સ્ટાઇલમાં ચંદનના 2 વૃક્ષ ચોરાયા છે. અહી સિક્યુરીટી ગાર્ડ હોવા છતાં ચોરીની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. ગઇ તા.25મી જાન્યુ.ની રાત્રે અને 26મી જાન્યુ.ની સવાર દરમ્યાન કોઇ અજાણ્યાએ ગાંધીબાગમાંથી ચંદનના 2 વૃક્ષની ચોરી કરી હતી. એટલું જ નહી હજુ સુધી આ મામલે પોલીસ ફરિયાદ પણ થઇ નથી. ગાંધી બાગમાં 5 માસમાં જ બીજી વખત ચંદનના વૃક્ષની ચોરી થતા ચંદનના 15 વૃક્ષ હવે ઘટીને 10 થયા છે.