Connect Gujarat
સુરત 

સુરત: આ પોલીસકર્મી રોજ 16 કી.મી.સાયકલ ચલાવી પહોંચે છે ફરજ પર,વહેલી સવારે માતપિતાને પશુપાલનમાં પણ કરે છે મદદ

ગ્રામ્ય પોલીસ મુખ્ય મથક ખાતે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ભૂપાભાઈ મીર છેલ્લા પાંચ વર્ષથી સાઇકલ ચલાવી ફરજ પર આવતા હોવાનું જોઈ અન્ય પોલીસ અધિકારીઓ પણ સાઇકલ ચલાવતા થયા

X

સુરત ગ્રામ્ય પોલીસ મુખ્ય મથક ખાતે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ભૂપાભાઈ મીર છેલ્લા પાંચ વર્ષથી સાઇકલ ચલાવી ફરજ પર આવતા હોવાનું જોઈ અન્ય પોલીસ અધિકારીઓ પણ સાઇકલ ચલાવતા થયા

સુરતના ઓલપાડ તાલુકાના સાયણ ગામ નજીક સાયણ સુગર ખાતે પડાવ નાખીને રહેલા માલધારી સમાજના સામાન્ય પરિવારના જીવણભાઈ મીર કે જેઓ પશુપાલન કરી પરિવારનું ગુજરાન ચલાવતા હોય તેમના દીકરા ભોપાભાઈને બાળપણથી પોલીસ વિભાગમાં ફરજ બજાવવાનું સ્વપ્ન હતું. નાનપણથી માતા પિતાને પશુપાલન કામગીરીમાં મદદ કરી સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષણ મેળવ્યા બાદ સ્વપ્રયતને સાચી લગનથી વર્ષ ૨૦૦૭માં ગુજરાત પોલીસમાં પસંદગી પામ્યા. એક વર્ષની તાલીમ અને ત્યારબાદ પ્રથમ નિમણૂક સુરત ગ્રામ્ય પોલીસ મુખ્ય મથક ઘલુડી ખાતે થયા બાદ ૩ વર્ષ સુધી કેદી પાર્ટીમાં ફરજ બજાવ્યા બાદમાં જનરલ કામગીરી સાથે હેડ કોન્સટેબલ તરીકે પ્રમોશન થતાં સારી કામગીરીએ તેમની એકાઉન્ટ રાઇટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી એટલુજ નહીં પણ સુરત ગ્રામ્ય પોલીસ મુખ્ય મથક ઘલુડી ખાતે ફરજ બજાવતા હેડ કોન્સટેબલ ભૂપાભાઈ મીરની એકાઉન્ટ રાઇટર તરીકે શ્રેષ્ઠ કામગીર બદલ વર્ષ ૨૦૨૦માં સુરત ગ્રામ્ય પોલીસના શ્રેષ્ઠ એકાઉન્ટ રાઇટર તરીકે એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા. જ્યારે ૮ ફેબ્રુઆરી ૨૦૨૨ સુધી ગુજરાત પોલીસ વિભાગમાં પોલીસ કર્મીઓને પગારમાં રૂપિયા ૨૦ સાઇકલ એલાઉન્સ આપવામાં આવતું હતું. ત્યારે પોલીસ વિભાગના સાઇકલ એલાઉન્સનો લાભ લેતા પોલીસકર્મી સાઇકલ ચલાવવાનું શીખે અને આ રીતે કરીને સ્વસ્થ આરોગ્ય સાથે સ્વચ્છ પર્યાવરણ બનાવવામાં સહભાગી થાય તેવી કામગીરી કરવાનું કોન્સ્ટેબલ ભૂપાભાઈ મીરે વિચારી આ કામગીરીની પોતાનાથી શરૂઆત કરવાના ભાગરૂપે પાંચ વર્ષથી પોતે સાઇકલ ચલાવતા થયા. કામરેજ તાલુકાનાં ઘલુડી ગામ ખાતે આવેલ સુરત ગ્રામ્ય પોલીસ મુખ્ય મથકથી ભૂપાભાઈ મીરનું સાયણ સુગર રોડ પર આવેલું ઘર ૮ કિલોમીટર દૂર પડે છે.

માલધારી સમાજમાથી આવતા ભૂપાભાઈ વહેલી સવારે ઉઠી પોતાના ઘરે રાખેલી ગાયો દોહવા સાથે દૂધ ડેરીમાં ભરી અન્ય કામો કરી નિત્ય કર્મ મુજબ સવારે સાઇકલ લઈને ફરજ પર આવે છે અને સાંજે સાઇકલ લઈને ઘરે જાય છે.આમ રોજ ૧૬ કિલોમીટર સાઇકલ હંકારી પોલીસ મુખ્ય મથક ખાતે ફરજ પર આવે જાય છે. રોજ ૧૬ કિલોમીટર સાઇકલ હંકારી ફરજ પર આવજા કરતાં પોલીસ હેડ કોન્સટેબલ ભૂપાભાઈ મીરના કહેવા મુજબ પોલીસમાં નોકરી કરવી હોય તો પોલીસ કર્મીએ આરોગ્યની દ્રષ્ટિએ તંદુરસ્ત રહેવું ખૂબ જરૂરી છે.

Next Story