Connect Gujarat
સુરત 

સુરત : ત્રિદિવસીય 'વાયબ્રન્ટ વિવર્સ એક્સ્પો'નું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ઉદઘાટન

ગ્લોબલ ટેક્ષટાઈલ માર્કેટ ખાતે ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલ્ફેર એસોસિએશન દ્વારા તા. 26થી 28 દરમિયાન આયોજિત ત્રિદિવસીય વાયબ્રન્ટ વિવર્સ એકસ્પો-2022ને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

X

સુરતના ઉમરવાડા સ્થિત ગ્લોબલ ટેક્ષટાઈલ માર્કેટ ખાતે ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલ્ફેર એસોસિએશન દ્વારા તા. 26થી 28 દરમિયાન આયોજિત ત્રિદિવસીય વાયબ્રન્ટ વિવર્સ એકસ્પો-2022ને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

સુરત ખાતે ગ્લોબલ ટેક્ષટાઈલ માર્કેટ ખાતે ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલ્ફેર એસોસિએશન દ્વારા આયોજિત ત્રિદિવસીય વાયબ્રન્ટ વિવર્સ એકસ્પો-2022ને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. દેશની કુલ વસ્ત્ર નિકાસમાં ગુજરાતનો હિસ્સો 12 ટકા અને મેન મેડ ફાઈબર ઉત્પાદનમાં 38 ટકા છે. આર્ટ સિલ્ક ફેબ્રિકના ઉત્પાદનમાં સુરત દેશમાં 50 ટકા યોગદાન આપી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 2 દાયકા પહેલા લઘુ અને સુક્ષ્મ ઉદ્યોગોની સંખ્યા 2.74 લાખ હતી, જે વધીને આજે 8.66 લાખે પહોંચી છે. એટલું જ નહીં, ગુજરાતમાં 2 દાયકા પહેલા ઔદ્યોગિક ઉત્પાદન 2.27 લાખ કરોડ હતું, જે આજે વધીને 16.19 લાખ કરોડને આંબી ગયું છે એમ જણાવતા નવી ટેકનોલોજી, નવી પેટર્ન અને સ્કીલ અપગ્રેડેશનના સહારે રાજ્યનો કાપડ ઉદ્યોગ ગતિ પકડી રહ્યો છે, જેમાં સુરતનો ફાળો વિશેષ છે એવો મત મુખ્યમંત્રીએ વ્યકત કર્યો હતો. આં પ્રસંગે કેન્દ્રીય રાજ્ય ટેક્સટાઇલ રેલ્વે મંત્રી દર્શના જરદોષ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી સહિત ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story