Connect Gujarat
સુરત 

સુરત : આજે "વિશ્વ મેલેરિયા દિવસ", વેસુ વીઆઇપી રોડ સ્થિત કેપિટલ ગ્રીન ખાતે લોક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું

X

આજે 25મી એપ્રિલ એટ્લે વિશ્વ મલેરિયા દિવસ, સુરત મહાનગર પાલિકા દ્વારા વેસુ વીઆઇપી રોડ સ્થિત કેપિટલ ગ્રીન ખાતે લોક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું..

25 એપ્રિલ વિશ્વ મલેરિયા દિવસ નિમિત્તે સુરત મહાનગર પાલિકા દ્વારા સુરત શહેરના વેસુ વીઆઇપી રોડ સ્થિત કેપિટલ ગ્રીન ખાતે લોક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અધિકારીઓએ જણાવ્યું કે સુરત હાલ મલેરિયા મુક્ત થયું છે. અગાઉ મલેરિયા દર્દીઓથી હોસ્પિટલો ઉભરાતી હતી. પરંતુ હાલ સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગના પ્રયાસથી હોસ્પિટલોમાં મેલેરિયાના દર્દીઓ જોવા મળ્યા નથી.

જેની કેન્દ્ર સરકારમાં પણ નોંધ લેવાઈ રહી છે. લોક જાગૃતિ કાર્યક્રમ થકી મલેરિયાથી કેવી રીતે બચી શકાય તેના શ્રેષ્ઠ ઉપાય બતાવી લોકોને જાગૃત કરાય હતા. જેમાં પાણીની ટાંકીઓ હવાચુસ્ત ઢાંકણાંથી બંધ રાખવા, ઘરની આજુબાજુ પાણીના ભરાવાને રોકવા, તાવ આવે ત્યારે મલેરિયાની તપાસ કરાવી સંપૂર્ણ સારવાર લેવી, ઘરની અંદર મચ્છરોના ઉત્પત્તિની નાશ કરવું અને ટેરેસ પરનો અને વરંડામાંથી નકામો કાટમાળ અને ભંગાર હટાવી મેલેરિયા મુક્ત રહેવા જણાવાયું હતું.

Next Story