વરાછા વિસ્તારની કે.પી.સંઘવી ડાયમંડ કંપની સામે વિરોધ, હીરા વેપારીઓના પડતર માંગણીઓને લઈને ધરણા પ્રદર્શન
સુરત શહેરના વરાછા વિસ્તારની K.P.Sanghvi Diamond કંપની સામે હીરા વેપારીઓએ ચેક રીટર્ન કેસને લઈને ધરણા પ્રદર્શન યોજ્યા હતા. સુરત શહેરના વરાછા વિસ્તારની કે.પી.સંઘવી ડાયમંડ કંપની સામે હીરા વેપારીઓએ અગાઉ ચૂકવણું કર્યા છતાં કંપનીએ કરેલ ચેક રીટર્નના કેસ પરત નહીં ખેંચવામાં આવતા વિરોધ પ્રદર્શન યોજાયું હતું.
કંપની દ્વારા હજી 7 કરોડ રૂપિયા લેણા નીકળતા હોવાનો દાવો કરવામાં આવ્યો હોવાનો વેપારીઓએ આક્ષેપ થયો છે. હીરા વેપારીઓના જણાવ્યા મુજબ, ડાયમંડ એસોસિયેશન સહિત અગ્રણીઓની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ચૂકવણું કરવામાં આવ્યું હતું.
સિક્યોરિટી પેટે આપેલા ચેક રીટર્ન કરાવ્યાનો કંપની સામે હીરા વેપારીઓનો આરોપ છે, ત્યારે છેલ્લા 6 વર્ષથી આ સમસ્યા ઠેરની ઠેર રહી છે. જોકે, કંપની દ્વારા હીરા વેપારીઓને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ સાથે મુખ્યમંત્રીથી લઈ તમામ વિભાગમાં આ મામલે રજૂઆત કરવામાં આવશે તેમ વેપારીઓએ જણાવ્યુ હતું.