સુરતમાં કતારગામ જીઆઇડીસીમાં બે માળની બિલ્ડિંગ તૂટી પડતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.
સુરતમાં કતારગામ જીઆઇડીસીમાં બે માળની બિલ્ડિંગ તૂટી પડતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. બિલ્ડિંગમાં ચાલતા એમ્બ્રોડરી ખાતામાંથી કારીગરો નીકળી જતા બચી ગયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર અને પાલિકાનો કાફલો દોડી આવ્યો હતો. પત્તાના મહેલની જેમ બિલ્ડિંગ ધરાશાયી થતાનો વીડિયો પણ સામે આવ્યો છે. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી. હાલ કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, ખાતાના સંચાલકો દ્વારા 2 મહિના પહેલા પણ માલિકને જાણ કરવામાં આવી હતી. ખાતાના સંચાલકો દિવાળી પછી મકાન ખાલી કરી મશીન અન્ય જગ્યાએ લઈ જવાના હતા પરંતુ એ પૂર્વે જ આ ઘટના બની હતી