Connect Gujarat
સુરત 

સુરત: નિર્માણાધીન બિલ્ડીંગના 14માં માળેથી નીચે પટકાતા બે શ્રમિકોના મોત

સુરતના બમરોલી-પાંડેસરા વિસ્તારમાં નિર્માણાધીન બિલ્ડીંગના 14માં માળેથી નીચે પટકાતા બે શ્રમિકોના ગંભીર ઇજાના પગલે કરૂણ મોત નિપજ્યા હતા

X

સુરતના બમરોલી-પાંડેસરા વિસ્તારમાં નિર્માણાધીન બિલ્ડીંગના 14માં માળેથી નીચે પટકાતા બે શ્રમિકોના ગંભીર ઇજાના પગલે કરૂણ મોત નિપજ્યા હતા

અમદાવાદ જેવી ઘટના સુરતમાં પ્રકાશમાં આવી છે. અમદાવાદમાં લિફ્ટ માંથી પટકાતા 7 શ્રમિકોના મોત નિપજ્યા હતા ત્યારે સુરતના બમરોલી-પાંડેસરા વિસ્તારમાં આવેલી નિર્માણાધિન પ્લેડિયમ રેસિડેન્સીમાં 14મા માળે લિફ્ટથી કામગીરી દરમિયાન બે શ્રમિકના નીચે પટકાતા મોત નિપજ્યા છે. આ ઘટનામાં એકનું બેલેન્સ લથડતા બીજો તેને બચાવવા જતાં બંને નીચે પટકાયા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસ જાણવા મળ્યું છે. રેસીડેન્સીમાં લિફ્ટના સેટ-અપનું કામ ચાલતું હતું અને વર્કર્સ કામ કરતા હતા. લિફ્ટના સેટ-અપ માટે ડ્રિલિંગનું કામ ચાલી રહ્યું હતું. સ્ટૂલ પરથી બેલેન્સ લથડતા એકને બચાવવા જતા બીજો વર્કર પણ સાથે નીચે પટકાયા હતા. જેથી બંનેના મોત થયા છે.બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયા હતા. હાલ પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી છ

Next Story