સુરત : ઉઘના પાસે રીકશામાંથી મુસાફરો ઉતરે તે પહેલાં તો "ડ્રાયવર" ઢળી પડયો

ઉઘના બસ ડેપો પાસે રીકશાચાલકનું થયું મોત, રીકશાચાલક ખેંચ સહિતની બિમારીઓથી પીડાતો હતો.

New Update
સુરત : ઉઘના પાસે રીકશામાંથી મુસાફરો ઉતરે તે પહેલાં તો "ડ્રાયવર" ઢળી પડયો

સુરતના ઉઘના બસ સ્ટેન્ડ પાસે મુસાફરોને ઉતારવા માટે આવેલો રીકશાચાલક અચાનક ઢળી પડયાં બાદ મોતને ભેટયો હતો. મૃતક રીકશાચાલક ખેંચ સહિતની બિમારીઓથી પીડાતો હતો.

સુરતમાં ઉધના બસ ડેપો નજીક મુસાફરો ભરેલી રિક્ષા ઉભી રાખી ચાલક રિક્ષામાંથી રોડ પર ઢળી પડ્યા બાદ મોત નીપજ્યું હતું. રિક્ષા ચાલક શંકાસ્પદ રીતે મોતને ભેટતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ ઘટનાના સીસીટીવ ફુટેજ સામે આવ્યાં છે. રિક્ષાની અંદર લાગેલા સાઈન બોર્ડને લઈ મૃતકનું નામ શેખ યુનુસ ઇશાક શેખ ઇબ્રાહિમ હોવાનું સામે આવ્યું છે.

સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે મરનારનું નામ યુનુસ ઇશાક શેખ છે અને એની ઉંમર 33 વર્ષની છે. યુનુસને સુગર અને ખેંચની બીમારી સહિત બીજી કેટલીક બીમારીઓ છે. બીમ પસારવાની મજૂરી કામ કરતો જયારે યુનુસ ક્યારેક રિક્ષા ચલાવી ઘરમાં આર્થિક રીતે મદદરૂપ થતો હતો. બે ભાઈઓ અને ચાર બહેનો સહિત બીમાર પિતાની જવાબદારી પણ યુનુસના માથે જ રહેતી હતી.

Latest Stories