રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને ઉજાગર કરવા તેમજ દેશના વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા આયોજિત 'મારી માટી મારો દેશ' અભિયાનની રાષ્ટ્રવ્યાપી ભવ્ય ઉજવણીના ભાગરૂપે વન, પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને ઓલપાડ તાલુકાના અસ્નાબાદ ગામે 'અમૃત્ત કળશ યાત્રા' યોજાઈ હતી
હાથમાં તિરંગા અને દેશભક્તિની ધૂન સાથે પોલીસ જવાનો તેમજ ગ્રામજનો સાથે મંત્રી મુકેશ પટેલ અને મહાનુભાવોએ યાત્રાના માધ્યમથી ગ્રામજનો પાસેથી માટીના કળશમાં એક મુઠ્ઠી જેટલી માટી તેમજ ચપટી જેટલા ચોખા એકત્રિત કર્યા હતા. સૌએ હાથમાં માટી લઈ પંચ પ્રણ પ્રતિજ્ઞા લીધી હતી. એકત્રિત માટી અને ચોખાને દેશના વિરો અને વિરાંગનાઓ માટે અમૃત્ત વાટિકાના નિર્માણમાં માટે ઉપયોગમાં લેવાશે.આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ નિતાબેન પટેલ, તા.પં. ઉપપ્રમુખ કિરણભાઇ પટેલ, કારોબારી અધ્યક્ષ જયેશભાઇ પટેલ, અગ્રણી સર્વ કિશન પટેલ, ભક્તિ પટેલ, બ્રિજેશ પટેલ, કુલદીપભાઈ, ઇ.સરપંચશ્રી આનંદભાઇ કહાર, શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.