Connect Gujarat
સુરત 

સુરત : ઈ-બાઈક યોજના હેઠળ વિદ્યાર્થીઓને મળશે રૂ. 12 હજારની સહાય સબસિડી...

ગુજરાત સરકારની ઈ-બાઈક યોજના હેઠળ સુરતના વિદ્યાર્થીઓને રૂપિયા 12 હજારની સહાય સબસિડી આપવામાં આવશે.

X

ગુજરાત સરકારની ઈ-બાઈક યોજના હેઠળ સુરતના વિદ્યાર્થીઓને રૂપિયા 12 હજારની સહાય સબસિડી આપવામાં આવશે. જેના થકી હબે વિદ્યાર્થીઓને પણ ઈ-બાઈકનો યોજના લાભ મળશે.

ગુજરાત સરકારની અનેક યોજનાઓનો લાભ લોકોને મળતો રહે, ત્યારે સુરતમાં ઇ-બાઇક યોજનાનો શુભારંભ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના બીજા સેવાકાળ દરમિયાન 100 દિવસમાં 6,500થી વધુ વિદ્યાર્થીઓને ઈ-બાઈક યોજના હેઠળ સહાય મળી છે. ઉલ્લેખનીય છે કે, આ યોજના હેઠળ ધોરણ 9થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓને લો-સ્પીડ ટુ-વ્હીલર ઈ-બાઈકની ખરીદી માટે રૂપિયા 12 હજારની સબસિડી આપવામાં આવે છે. પર્યાવરણ અને નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે આ યોજનાનો શુભારંભ કર્યો છે.

Next Story