Connect Gujarat
સુરત 

સુરત : કતારગામ લૂંટની ઘટનામાં બિનવારસી ઇકો કાર મળી આવી

સૂત્રો અનુસાર ઇન્કમટેક્સ અધિકારીની ઓળખ આપી ડાયમંડ કંપનીના કર્મચારીને લૂંટ્યા હતા. ડાયમંડ મશીન બનાવતી સહજાનંદ ટેકનોલોજીના કર્મચારીઓ લૂંટાયા હતા

X

સુરત શહેરના કતારગામ વિસ્તારમાં ડાયમંડ કંપનીનાં કર્મચારી પાસેથી 8 કરોડની લૂંટની ઘટનાથી ચકચાર મચી ગયા બાદ, લૂંટારુઓની કાર રૂપિયાની ખાલી બેગ સાથે બિનવારસી મળી આવતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે.

સુરતનાં કતારગામમાં કરોડો રૂપિયાની લૂંટ મામલે ઉહાપોહ મચ્યા બાદ લૂંટની રકમને લઈને વિરોધાભાસ સામે આવ્યો છે. 8 કરોડ રૂપિયાની રોકડની લૂંટની પ્રાથમિક રજુઆત બાદ કંપનીએ સત્તાવાર રીતે 1.4 કરોડની લૂંટ થયાની ફરિયાદ નોંધાવતા અનેક તર્કવિતર્ક ઉભા થયા છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે 8 કરોડ રૂપિયાની લૂંટ થઈ હોવાના અહેવાલો સામે આવ્યા હતા

સૂત્રો અનુસાર ઇન્કમટેક્સ અધિકારીની ઓળખ આપી ડાયમંડ કંપનીના કર્મચારીને લૂંટ્યા હતા. ડાયમંડ મશીન બનાવતી સહજાનંદ ટેકનોલોજીના કર્મચારીઓ લૂંટાયા હતા. કતારગામ સેફ વોલ્ટમાંથી રોકડ રકમ લઈને મહીધરપુરા સેફ વોલ્ટ મુકવા જતી વખતે આ ઘટના બની હતી. ઘટના બાદ મોડી રાતે વેડ ડભોલી બ્રિજ પાસે લૂંટારુઓની કાર બિનવારસી હાલતમાં મળી આવી હતી. આ કારમાંથી એક ખાલી બેગ મળી આવ્યું હતું. જો કે, આટલી મોટી રકમની લૂંટ બાદ અનેક સવાલો સામે આવ્યા છે. રમાં કરોડો રૂપિયા હોવા છતાં સિક્યુરિટી ગાર્ડ કેમ ન હતો?, કંપનીના કર્મચારીઓએ અજાણ્યા વ્યક્તિને શા માટે કારમાં બેસાડ્યો? કારમાં જીપીએસ સિસ્ટમ પણ લગાવવામાં આવી ન હતી? શરૂઆતમાં 8 કરોડના લૂંટની રજુઆત બાદ લૂંટની ફરિયાદ 1.4 કરોડ કેવી રીતે થઈ?

ઘટના મુજબ આરોપીએ કારમાં સવાર ચાર લોકોનું અપહરણ કર્યું હતું. પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. કરોડોની લૂંટ મામલે ફરિયાદી શંકાના દાયરામાં છે. જોકે પોલીસ ફરિયાદમાં 1.4 કરોડની લૂંટનો ઉલ્લેખ થતા અનેક સવાલો ઉભા થયા છે. કતારગામમાં કરોડોની લૂંટ થતા પોલીસ પણ દોડતી થઈ ગઈ છે. આવકવેરા અધિકારીના નામે અપહરણ કરીને કરોડોની લૂંટ કરવામાં આવી હતી. ફરિયાદી હિરાના વેપારીની ફરિયાદના આધારે સુરત પોલીસ અને ક્રાઈમ બ્રાંચની ટીમે તપાસ હાથ ધરી છે.

Next Story