સુરત:કેન્દ્રીય રેલવે રાજયમંત્રી દર્શના જરદોશ સુરત રેલવે સ્ટેશનની મુલાકાતે

New Update
સુરત:કેન્દ્રીય  રેલવે રાજયમંત્રી દર્શના જરદોશ સુરત રેલવે સ્ટેશનની મુલાકાતે

કેન્દ્રીય રેલવે રાજયમંત્રી દર્શના જરદોશે ગુરુવારે સુરત રેલવે સ્ટેશનની મુલાકાત લઇ વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું. કેન્દ્રીય રેલવે રાજયમંત્રી દર્શના જરદોશે ગુરુવારે એન્જીનનું લોકાર્પણ કર્યું હતું સાથે સાથે રેલવે સ્ટેશન પર ગોઠવેલા સીસીટીવી કન્ટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી. સુરત રેલવે સ્ટેશન સંપૂર્ણ રીતે આધુનિક થવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યો છે.

મુસાફરો સુરક્ષિત રહે અને દિવસ રાતની ગતિવિધિ પર સંપૂર્ણ નજર રાખી શકાય તે માટે સુરત રેલ્વે સ્ટેશન પર આધુનિક સીસીટીવી ગોઠવવામાં આવ્યા છે. જેથી રેલ્વે સ્ટેશન પર યાત્રીઓને ટાર્ગેટ કરી ચોરી અને સ્નેચિંગ જેવી ઘટનાઓને બનતા અટકાવી શકાશે.

Latest Stories