Connect Gujarat
સુરત 

સુરત: પાંડેસરાના યુવકોની અનોખી પહેલ, ગરીબ વિદ્યાર્થીઓ માટે લોકફાળા દ્વારા સ્માર્ટ ક્લાસ-વાંચનાલય શરૂ કરાયું

આપણે શિક્ષણ હોય કે આરોગ્ય લગભગ તમામ ક્ષેત્રમાં સરકારી સહાયની અપેક્ષા રાખીએ છીએ

X

આપણે શિક્ષણ હોય કે આરોગ્ય લગભગ તમામ ક્ષેત્રમાં સરકારી સહાયની અપેક્ષા રાખીએ છીએ પરંતુ સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા 10 હજાર પરિવારોને સરકારી સહાય વગર જ લાયબ્રેરી બનાવી પોતાના બાળકોને રોજગાર લક્ષી શિક્ષણ આપી રહ્યા છે.

સુરતના પાંડેસરા વિસ્તાતમાં આવેલા નાગસેન નગરમાં રહેતા લોકોએ પોતાના બાળકોને ઉચ્ચ શિક્ષણ મળી રહે તે હેતુથી મહાત્મા જ્યોતિરાવ ફુલેની જન્મ જયંતી ,ભારતીય સવિધાનના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબની જન્મ જયંતીના ઉપલક્ષ્યમાં 10 હજાર પરિવારોએ ફાળો ઉઘરાવી લાઈબ્રેરી કમ ટ્યુશન કલાસ શરૂ કર્યું છે. બાબાસાહેબ આંબેડકરના શિક્ષિત બનો સંગઠિત બનો સંઘર્ષ કરો ના સૂત્રને સાર્થક કરવા માટે સોસાયટીના કોમન પ્લોટ પર એક રૂમ બનાવવામાં આવ્યો છે. આ રૂમમાં જીપીએસસી, યુપીએસસી અને કલાસ 1 અને 2 સહિત સરકારી નોકરી કે ભરતી માટે જરૂરી શિક્ષણ અહીં આપવામાં આવી રહ્યું છે.200કરતા વધુ બાળકો અહીં શિક્ષણ મેળવી રહ્યા છે. તાજેતરમાં યોજાયેલી લોકરક્ષક દળ માટેની પરીક્ષાની તૈયારી પણ અહીં કરાવવામાં આવી હતી. રૂ.2 લાખ કરતા પણ વધુ ખર્ચ આ લાયબ્રેરી બનાવ માટે થયો હતો. તમામ પૈસા અહીં રહેતા 10 હજાર ગરીબ પરિવારોએ એકત્ર કરી આપ્યા હતા.

લોકોના ફાળામાંથી લાયબ્રેરી તો તૈયાર થઈ ગઈ પરંતુ બાળકોને ભણાવવા માટે શિક્ષકો અને એ પણ યોગ્ય લાયકાત ધરાવતા શિક્ષકો સેવા માટે મળવા મુશ્કેલ હતા. અહીં રહેતા પરિવારમાંથી ઉચ્ચ શિક્ષણ લીધું હોય એવા લોકો શિક્ષક તરીકે અહીં ભણાવવા આવી રહ્યા છે. ગરીબ પરિવારનું બાળક જીપીએસસી સહિતના અભ્યાસક્રમની તૈયારી કરવા માટે હજારો રૂપિયાની ફી આપી શકે તેમ ન હતા આવા સંજોગોમાં આ સેવા તેમના માટે આશીર્વાદ સમાન બની છે.

Next Story