/connect-gujarat/media/post_banners/ef26ec065359516df2635e0ecec78cb3898b48b692c484546accbb323f67917a.jpg)
સુરત શહેરમાં ફરી એકવાર હીરાની ઓફિસમાંથી ચોરીની ઘટના સામે આવી છે. વરાછા વિસ્તારમાં અજાણ્યા ઇસમે રૂપિયા 15 લાખના હીરાની ચોરી કરતા પોલીસ દોડતી થઈ હતી.
મળતી માહિતી અનુસાર, સુરતના વરાછા વિસ્તારમાં આવેલા ઠાકોર દ્વાર સોસાયટીમાં હીરાની ઓફિસમાં ચોરી થવાની ઘટના સામે આવી છે. હીરાની ઓફિસમાં ઘૂસવા માટે અજાણ્યો ઈસમ ડ્રિલ મશીન વડે ઓફિસના આગળના ભાગને તોડી નાખી અંદર પ્રવેશે છે. હીરા ઓફિસના કર્મચારીએ જણાવ્યું હતું કે, વરાછાના મીની બજારમાં આવેલી અમારી ઓફિસમાં મોડી રાતે કોઈ અજાણ્યો ઈસમ ગ્રીલ અને બારણાના તાળા તોડીને અંદર પ્રવેશ્યો હતો, અને ત્યારબાદ ડ્રોવરમાંથી અંદાજે 15 લાખ રૂપિયાના હીરાની ચોરી કરી હતી. ઓફિસમાં 2, 3 દુકાનનો માલ એક જ જગ્યા પર મુકવામાં આવ્યો હતો. આ બાબતે વરાછા પોલીસને જાણ કરતા ફરિયાદ નોંધવામાં આવી છે, ત્યારે હાલ તો સીસીટીવી ફૂટેજમાં દેખાતા અજાણ્યા ઈસમને ઝડપી લેવા વરાછા પોલીસ કામે લાગી છે.