સુરત : VNSGU દ્વારા પરીક્ષામાં ગેરરીતિ સામે કડક વલણ,147 વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા માટે અયોગ્ય જાહેર

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા સંચાલિત વિવિધ કોલેજોમાં લેવાયેલ પરિક્ષાઓ દરમિયાન ગેરરીતિના અનેક ગંભીર કેસો સામે આવતા યુનિવર્સિટીએ કડક વલણ અપનાવાયું

New Update
  • કોલેજ પરીક્ષામાં ગેરરીતિનો મામલો

  • VNSGUએ અપનાવ્યું કડક વલણ

  • 147 વિદ્યાર્થીઓએ આચરી ગેરરીતિ

  • VNSGUએ પૂરક પરીક્ષા માટે ઠેરવ્યા અયોગ્ય

  • વિદ્યાર્થીઓ પરીક્ષામાં ચોરી માટે અજમાવતા હતા તરકીબ      

સુરત સ્થિત વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા સંચાલિત વિવિધ કોલેજોમાં લેવાયેલ પરિક્ષાઓ દરમિયાન ગેરરીતિના અનેક ગંભીર કેસો સામે આવતા યુનિવર્સિટીએ કડક વલણ અપનાવાયું છે.અને 147 વિદ્યાર્થીઓને અયોગ્ય ઠેરવીને પૂરક પરીક્ષાથી દૂર કરવામાં આવ્યા છે.

સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની માલપ્રેક્ટિસ ઇન્કવાયરી કમિટીની તાજેતરની બેઠકમાં 147 વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવાની સાથે તેમને આવતા જૂન-જુલાઈ મહિનાની પૂરક પરીક્ષાઓ માટે અયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે. કમિટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પરીક્ષાની પવિત્રતાને જાળવવી એ યુનિવર્સિટીની પ્રથમ જવાબદારી છે. કોઈ પણ પ્રકારની ગેરરીતિ સહન કરવી શક્ય નથી. અને દરેક કેસની નિષ્ઠાપૂર્વક તપાસ અને પુરાવાના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

કમિટીએ કરેલી તપાસમાં પરીક્ષા દરમિયાન અલગ અલગ પ્રકારની નકલ અને ગેરરીતિના કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં 68 વિદ્યાર્થી પાસેથી કાપલીઓમાં લખાયેલ સામગ્રી મળી આવી હતીજે તેઓ પરીક્ષા દરમિયાન ઉપયોગમાં લઈ રહ્યા હતા. કાપલીમાંથી લખાણ ઉતારતા 41 વિદ્યાર્થીએ સીધા કાપલીમાંથી જવાબ લખતા ઝડપાયા હતા. જ્યારે 11 વિદ્યાર્થી પાસેથી મોબાઈલ ફોનસ્માર્ટવોચબ્લૂટૂથ જેવી ડિવાઈસ મળી આવી હતીજેના આધારે નકલ કરવાની શક્યતાઓ વધતી હતી. જ્યારે 1 વિદ્યાર્થીએ પેન ઉપર લખાણ છુપાવ્યું હતું.જ્યારે કેટલાકે હાથ-પગપેન્સિલ-રબર વગેરે ઉપર લખાણ કરવાનો પ્રયત્ન કર્યો હતો.

આક્ષેપિત તમામ વિદ્યાર્થીઓને તેમની બાજુ રજૂ કરવાનો અવસર આપવામાં આવ્યો હતો. તેમણે પોતાની વાત કમિટી સમક્ષ રજૂ કરીત્યારબાદ સમિતિએ તમામ પાસાઓને ધ્યાને લઈને અંતિમ નિર્ણય લીધો હતો.યુનિવર્સિટીએ સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે ભવિષ્યમાં પણ ગેરરીતિ સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિ અપનાવવામાં આવશે.

Latest Stories