Connect Gujarat
સુરત 

સુરત: પાલીતાણા અને શ્રીનાથદ્વારા વોલ્વો સ્લીપર બસ સેવા શરુ, ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી કરાવ્યો પ્રારંભ

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સુરતથી પાલીતાણા અને સુરતથી શ્રીનાથદ્વારા સુધી નવીન વોલ્વો સ્લીપર કોચ બસ સેવા શરુ કરવામાં આવી

X

સુરતથી પાલીતાણા અને સુરતથી શ્રીનાથદ્વારા સુધી નવીન વોલ્વો સ્લીપર બસ સેવા શરુ કરવામાં આવી છે. આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે બસને લીલીઝંડી આપવામાં આવી હતી. આ નવીન બસ સર્વિસના કારણે દક્ષિણ ગુજરાતમાં વસતા જૈન સમાજ તથા અન્ય મુસાફરોને ડાયરેક્ટ સુવિધા હવે મળી રહેશે..

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સુરતથી પાલીતાણા અને સુરતથી શ્રીનાથદ્વારા સુધી નવીન વોલ્વો સ્લીપર કોચ બસ સેવા શરુ કરવામાં આવી છે. આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે બસનું સંચાલન આજથી શરુ કરવામાં આવ્યું છે. આ નવીન સર્વિસના કારણે દક્ષિણ ગુજરાતમાં વસતા જૈન સમાજ તથા અન્ય મુસાફરોને ડાયરેક્ટ સુવિધા હવે મળી રહેશે. બસો સુરતથી સેન્ટ્રલ બસ ડેપોથી ઉપડશે તેમજ બુકિંગ ઓનલાઈન પણ કરાવી શકાશે. તેમજ નવી બસ સેવા શરુ થતા મુસાફરોને પણ ઘણો લાભ અને રાહત અને સુવિધા મળી રહેશે. ઉલ્લેખનીય છે કે શ્રીનાથ દ્વાર અને પાલીતાણા સ્થિત શેત્રુંજય પર્વત તીર્થના દર્શનાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સુરતથી જતા હોય છે ત્યારે આ મુસાફરોને હવે સીધી બસ સેવાનો લાભ મળી રહેશે. સુરતથી ગૃહ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેઓના જન્મદિવસના દિવસે જ બસ સેવા શરુ કરવામાં આવી છે..

રૂટનું નામ ઉપાડવાનો સમય પહોચવાનો સમય:-

સુરતથી શ્રીનાથદ્વારા ૧૫:૦૦ ૨:૨૦

શ્રીનાથદ્વારાથી સુરત ૨૦:૦૦ ૦૭:૨૦

સુરતથી પાલીતાણા ૧૮:૪૫ ૦૩:૪૫

પાલીતાણાથી સુરત ૧૯:૦૦ ૦૪: ૦૦

હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે પાલીતાણા અને નાથદ્વારા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જતા હોય છે ઘણા સમયથી લોકોની બસ સેવા શરુ કરવાની માંગ હતી જીએસઆરટીસી દ્વારા આ માંગને તાત્કાલિક સ્વીકારીને આ બસ શરુ કરવામાં આવી છે. બસ સેવા શરુ થવાથી શહેરના સૌ નાગરિકોને વ્યાજબી દરે સ્લીપર એસી કોચની વ્યવસ્થાઓ ઉપલબ્ધ થશે. અને આજ પ્રકારે ગુજરાત એસટી વિભાગ દ્વારા બીજા પણ અનેક રૂટો પર બસ સેવા શરુ કરવામાં આવી રહી છે. લોકોને ઉપયોગી થઇ શકે તે માટે રાજ્યસરકાર દ્વારા મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં પહેલા ૧૦૦ જ દિવસમાં ૯૦૦ થી વધુ બસ નાગરિકોની સેવામાં મુકવાનો નિર્ણય લીધો છે આ ૯૦૦ બસોનું કામ ખુબ ઝડપથી ચાલી રહ્યું છે ગામે ગામ સુધી બસો પહોચાડવાનો સરકારનો સંકલ્પ છે..

Next Story