સુરત : ઉપરવાસમાંથી તાપી નદીમાં પાણી છોડાયું, પરિસ્થિતિ પર નજર રાખવા મનપા કમિશ્નરનું અધિકારીઓને સૂચન...

વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સુરત મ્યુનિસપલ કમિશનર દ્વારા ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજાય હતી. મ્યુનિસપિલ કમિશનર શાલિની અગ્રવાલે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

New Update

ઉકાઈ ડેમમાં છેલ્લા 3 દિવસથી સતત પાણીની આવક

તાપી નદીમાં પણ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની શરૂઆત

મ્યુનિ. કમિશનર દ્વારા અધિકારીઓ સાથે બેઠક યોજાય

તમામ પરિસ્થિતિ ઉપર નજર રાખવા સૂચના અપાય

ઉકાઈ ડેમમાં છેલ્લા 3 દિવસથી સતત પાણીની આવક વધી રહી છે, ત્યારે તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના પગલે સુરતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની શરૂઆત થઇ છે, ત્યારે  સુરત મ્યુનિસપલ કમિશનર દ્વારા ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ખાતે બેઠક યોજાય હતી.
ઉકાઈ ડેમમાં છેલ્લા 3 દિવસથી સતત પાણીની આવક વધી રહી છે. વહીવટી તંત્ર દ્વારા સમયાંતરે પાણી છોડવા માટેનો નિર્ણય કરવામાં આવી રહ્યો હતો. ગતરોજ પણ ઉકાઈ ડેમમાંથી 2 લાખથી વધુ પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જોકે, ઉપરવાસમાંથી સતત પાણીની આવક થતા આજે 2,47,363 ક્યુસેક પાણી છોડાતા સુરતમાં તાપી નદી ગાંડીતૂર બની છે.
હાલ ડેમની સપાટી 336.44 ફૂટે પહોંચી છે. તાપી નદીના જળસ્તરમાં વધારો થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના શરૂ થયા છે. આ સાથે જ મકાનોમાં પાણી ઘૂસી જતા લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે, ત્યારે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સુરત મ્યુનિસપલ કમિશનર દ્વારા ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજાય હતી. મ્યુનિસપિલ કમિશનર શાલિની અગ્રવાલે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. મિટિંગ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વીડિયો કોન્ફરન્સ થકી સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.
3 ફ્લડ ગેટ બંધ થતાં ગટરિયા પૂર આવવાનું શરૂ થયું છે. આ અંગે મનપા કમિશ્નર શાલીની અગ્રવાલે જણાવ્યું હતું કે, અત્યારે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના પગલે  તબક્કાવાર સેન્ટ્રલ ઝોન અને વેસ્ટઝોનમાં ફલડ ગેટ ઓપરેટની કામગીરી કરવામાં આવી રહી છે. આ સાથે જ ડેમમાંથી પાણી વધારે છોડવામાં આવશે તો ફલડ ગેટ બંધ કરવામાં આવશે.
 ઉકાઈ ડેમમાંથી પાણી વધારે છોડવામાં આવે અને ભારે વરસાદ આવે તો કતારગામ ઝોન, સેન્ટ્રલ ઝોન, વેસ્ટ ઝોનમાં અસર વધારે વર્તાવાની સમસ્યા સર્જાય શકે છે. ઉપરાંત મનપાના ફાયર વિભાગની ટીમ અને કન્ટ્રોલ રૂમની ટીમ સતત નજર રાખી રહ્યું છે.
Read the Next Article

સુરત :  'ઓપરેશન સિંદૂર' માં પાકિસ્તાન સામે ભારતના શૌર્ય અને શક્તિશાળી બ્રહ્મોસ મિસાઈલના પરાક્રમને રાખડીમાં કંડારાયું

ભારતીય સેના અને બ્રહ્મોસ મિસાઈલના શૌર્યની ગાથા વિશ્વભરમાં ગુંજી રહી છે, ત્યારે હવે સુરતના જ્વેલર્સ આ ઐતિહાસિક ક્ષણને રાખડીઓમાં કંડારી રહ્યા છે.

New Update
  • ભારતના શૌર્યને દર્શાવતી રાખડી

  • જવેલર્સે તૈયારી કરી શૌર્યમય રાખડી

  • રાખડીમાં છે બ્રહ્મોસ મિસાઈલનું પરાક્રમ

  • ઐતિહાસિક ક્ષણને રાખડીઓમાં કંડારી

  • રાખડીનું લોકોમાં ભારે આકર્ષણ જગાવ્યું  

સુરતમાં એક અનોખી અને રાષ્ટ્રપ્રેમથી છલકાતી રાખડીઓ બજારમાં ધૂમ મચાવી રહી છે.'ઓપરેશન સિંદૂર'માં પાકિસ્તાન સામે ભારતના શૌર્ય અને શક્તિશાળી બ્રહ્મોસ મિસાઈલના પરાક્રમને યાદ કરતી ખાસ રાખડીઓ લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની છે.

ભારતીય સેના અને બ્રહ્મોસ મિસાઈલના શૌર્યની ગાથા વિશ્વભરમાં ગુંજી રહી છેત્યારે હવે સુરતના જ્વેલર્સ આ ઐતિહાસિક ક્ષણને રાખડીઓમાં કંડારી રહ્યા છે. આ ખાસ રાખડીઓની વધુ એક વિશેષતા એ છે કે તે તિરંગાના રંગોવાળી દોરી સાથે સજ્જ છે. આ તિરંગાની દોરી ભારતીય હોવાનો ગર્વ અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપે છે.

સુરતના બજારમાં હાલ સોના અને ચાંદીમાંથી બનેલી બ્રહ્મોસ મિસાઇલની ડિઝાઈનવાળી નાની રાખડીઓની માંગ આસમાને પહોંચી છે.'બ્રહ્મોસ રાખડીતરીકે જાણીતી થયેલી આ રાખડીઓ ખૂબ જ લોકપ્રિય બની રહી છે.ચાંદીની બ્રહ્મોસ મિસાઈલવાળી રાખડી લગભગ 10 ગ્રામ વજનની છે અને તેની કિંમત અંદાજે 2500 રૂપિયા છે. જ્યારેસોનાની બ્રહ્મોસ મિસાઈલવાળી રાખડી ખાસ 9 કેરેટ ગોલ્ડમાંથી તૈયાર કરવામાં આવી છે5થી 6 ગ્રામ વજનમાં તૈયાર થતી આ સોનાની રાખડીઓની કિંમત 60,000થી 80,000 રૂપિયા છે.