/connect-gujarat/media/post_banners/6c38cc467d6462ccaeaaf10e34352f70e698f750624fcdd67c33e261e9f9a9ce.jpg)
દિવાળીના તહેવારો પહેલાં સુરતમાં મહિલાઓની ઠગ ટોળકી સક્રિય બની છે. વાસણો કે દાગીના સાફ કરવાના બહાને સોનું પડાવી લેતી તથા સોનાના બદલે પિત્તળ પધરાવી જતી ટોળકીઓ વિવિધ વિસ્તારોમાં ફરી રહી છે.
દિવાળી અને અન્ય તહેવારો નજીક આવતા ની સાથે શહેરમાં ઠગ ટોળકીઓ સક્રિય બની છે. હવે મહિલાઓએ ખાસ સાવધ રહેવાની જરૂર છે. ઘરમાં નોકરાણી રાખતા પહેલાં કે અજાણી મહિલા પર વિશ્વાસ મુકતા પહેલાં સાવધાન રહેવું પડશે. ઉમરા અને ખટોદરા વિસ્તારમાં નોકરાણીએ ઘરમાં ધાપ મારી હોવાના તેમજ કાપોદ્રામાં સોનાના બદલે પિત્તળ પધરાવી જવાના કિસ્સાઓ સામે આવ્યાં છે.
થોડા દિવસ અગાઉ કાપોદ્રા વિસ્તારની નિલકંઠ સોસાયટીમાં રહેતી હંસાબેન માંગુકિયાના ઘરે બે મહિલાઓ આવી હતી. તેઓએ હંસાબેનને કહ્યું કે અમારા ઝુપડાની બાજુમાં ખાડો ખોદતી વખતે માટીના ઘડામાંથી સોનાની બિસ્કિટ નીકળી છે. આ બિસ્કીટ અમારે સસ્તામાં આપી દેવાની છે.. બંને મહિલાઓની વાતોમાં આવી હંસાબેને તેમના જમાઇ પાસેથી ઉછીના રૂપિયા લઇ 4.20 લાખ રૂપિયા બંને મહિલાઓને આપી દીધાં હતાં.
બંને મહિલાઓએ આપેલા સોનાના બિસ્કીટની તપાસ કરાવવામાં આવતાં તે પિત્તળના નીકળ્યાં હતાં.બનાવ અંગે તેમણે પોલીસને જાણ કરતાં પોલીસે રેખા કિરણ ઉગરેજિયા નામની આરોપીને ઝડપી પાડી છે જયારે અન્ય મહિલા આરોપી ફરાર છે.