Connect Gujarat
સુરત 

સુરત : જુઓ, 40 વર્ષ પહેલાના દેશ જેવો માહોલ ઉભો કરી મહિલાઓએ કેવી રીતે નોંધાવ્યો વિરોધ

અસહ્ય મોંઘવારીએ લોકોની આર્થિક પરિસ્થિતી બગાડી, પુણા વિસ્તારની સ્થાનિક મહિલાઓએ નોંધાવ્યો વિરોધ.

X

હાલના સમયરમાં વધી રહેલી અસહ્ય મોંઘવારીએ લોકોની આર્થિક પરિસ્થિતીને બગાડી નાખી છે, ત્યારે સુરત શહેરના પુણા વિસ્તારની સ્થાનિક મહિલાઓએ ચૂલા ઉપર દૂધ વગરની ચ્હા બનાવી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો.

એક તરફ કોરોના મહામારીના કારણે ધંધા-રોજગાર પડી ભાંગતા લોકોને પોતાના પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવવું તે પ્રશ્ન સતાવી રહ્યો છે. તો બીજી તરફ સરકાર દ્વારા કરાયેલા ભાવ વધારાએ પણ ગૃહિણીઓનું બજેટ ખોરવી નાખ્યું છે, ત્યારે હવે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં વધારો થતાં સરકાર પ્રત્યે લોકો પોતાનો રોષ ઠાલવી રહ્યા છે.

સુરત શહેરના પુણા વિસ્તારમાં સ્થાનિક મહિલાઓએ સરકાર વિરુદ્ધ ઉગ્ર દેખાવો કર્યો હતો. ગેસ સિલિન્ડરમાં તોતિંગ ભાવ વધારો થતાં મહિલાઓમાં નારાજગી જોવા મળી છે. જેમાં મહિલાઓએ રોડ પર ગેસ સિલિન્ડર લઈને બેસી વિરોધ પ્રદર્શન કર્યું હતું. અસહ્ય મોંઘવારીએ ગૃહિણીઓનું બજેટ ખોરવી નાખ્યું છે, ત્યારે 40 વર્ષ પહેલાના ભારત દેશ જેવો માહોલ ઉભો કરી મહિલાઓએ રોડ પર જ ચૂલા ઉપર દૂધ વગરની ચ્હા બનાવી અનોખી રીતે વિરોધ દર્શાવ્યો હતો. જોકે, સરકાર દ્વારા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં વધારો નહીં, પણ ઘટાડો કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.

Next Story