Connect Gujarat
સુરત 

સુરત : મહિલા ક્રિકેટર મેદાનના બદલે પહોંચી "જેલ", જુઓ કેવો કર્યો "ખેલ"

સુરતના ક્રિકેટર પાસેથી આશરે 27 લાખ રૂપિયા પડાવી લેનારી મહિલા ક્રિકેટર સપના રંધાવાને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે.

X

ભારત દેશમાં એવું કોઇ ક્ષેત્ર બાકી નહિ હોય કે જયાં છેતરપિંડી ન થતી હોય... સુરતના ક્રિકેટર પાસેથી આશરે 27 લાખ રૂપિયા પડાવી લેનારી મહિલા ક્રિકેટર સપના રંધાવાને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે.

ભારતમાં ક્રિકેટની રમતના ક્રેઝના આપણે સૌ સાક્ષી છીએ. ક્રિકેટર તરીકે કેરીયર બનાવવા જતાં સુરતના ભાવિક પટેલે લાખો રૂપિયા ગુમાવ્યાં હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સુરત પોલીસ સ્ટેશનમાં કેસરી જેકેટ પહેરીને ઉભેલી વ્યકતિ છે હિમાચલ પ્રદેશની મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી સપના રંધાવા.. તેની ઉપર ભાવિક પટેલ પાસેથી લાખો રૂપિયા ખંખેરી લેવાનો આરોપ લાગ્યો છે.

મેદાનના બદલે જેલમાં જવાનો વારો આવતાં સપના પોલીસ સ્ટેશનમાં જ આંસુ સારી રહી છે. 2018માં ભાવિક પટેલ કિક્રેટ રમવા હિમાચલ પ્રદેશ ગયો ત્યારે રામ ચૌહાણ નામના ક્રિકેટર જોડે ઓળખ થઈ હતી. રામે ભાવિક પટેલની હિમાચલ પ્રદેશની રણજી પ્લેયર સપના રંધાવા સાથે ઓળખ કરાવી હતી. ભાવિક પટેલ પાસે સપનાએ 27 લાખ લઈ તેને 6 રણજી ટ્રોફી મેચ રમાડવાની ખાતરી આપી હતી. પણ 2018માં નાગાલેન્ડમાં એક રણજી રમાડી પછી કોઈ મેચ રમાડી ન હતી. રૂપિયાની માંગ કરવા છતાં ન આપતા ક્રાઇમ બ્રાંચમાં ભાવિક પટેલે સપના રંધાવા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

Next Story