સુરત : પર્વત પાટીયા વિસ્તારમાં રોડ પર પડેલા ખાડામાં ભાજપનો ઝંડો લગાવી યૂથ કોંગ્રેસનો વિરોધ…

યૂથ કોંગ્રેસના કાર્યકરોએ માર્ગ પર પડેલા ખાડામાં ભાજપનો ઝંડો લગાવી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. જોકે, વિરોધ કરી રહેલા યૂથ કોંગ્રેસના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી

New Update

પર્વત પાટીયા વિસ્તારના અનેક માર્ગ બન્યા બિસ્માર

ભારે વરસાદના કારણે રોડ પર પડ્યા ઠેર ઠેર ખાડા

બિસ્માર માર્ગને લઈને યૂથ કોંગ્રેસનો અનોખો વિરોધ

રોડ પર પડેલા ખાડામાં BJPનો ઝંડો લગાડી વિરોધ

વિરોધ કરતાં કોંગી કાર્યકરોની પોલીસે કરી અટકાયત

સુરત શહેરના પર્વત પાટીયા વિસ્તારમાં ભારે વરસાદના કારણે રોડ પર ઠેર ઠેર ખાડા પડી જતાં યૂથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતુંજ્યાં માર્ગ પર પડેલા ખાડામાં ભાજપનો ઝંડો લગાવી ઉગ્ર સૂત્રોચ્ચાર કરતાં પોલીસે કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી.

સુરત શહેરમાં ખાબકેલા ભારે વરસાદના કારણે પર્વત પાટીયા વિસ્તારમાં માર્ગ પર ખાડા પડી ગયા છે. જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને માર્ગ પરથી પસાર થવું મુશ્કેલરૂપ બની ગયું છેત્યારે માર્ગ પર પડેલા ખાડાને લીધે યૂથ કોંગ્રેસના કાર્યકરોએ વિરોધનો સુર પુરાવ્યો હતો. યૂથ કોંગ્રેસના કાર્યકરોએ માર્ગ પર પડેલા ખાડામાં ભાજપનો ઝંડો લગાવી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. જોકેવિરોધ કરી રહેલા યૂથ કોંગ્રેસના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

Read the Next Article

સુરત :  'ઓપરેશન સિંદૂર' માં પાકિસ્તાન સામે ભારતના શૌર્ય અને શક્તિશાળી બ્રહ્મોસ મિસાઈલના પરાક્રમને રાખડીમાં કંડારાયું

ભારતીય સેના અને બ્રહ્મોસ મિસાઈલના શૌર્યની ગાથા વિશ્વભરમાં ગુંજી રહી છે, ત્યારે હવે સુરતના જ્વેલર્સ આ ઐતિહાસિક ક્ષણને રાખડીઓમાં કંડારી રહ્યા છે.

New Update
  • ભારતના શૌર્યને દર્શાવતી રાખડી

  • જવેલર્સે તૈયારી કરી શૌર્યમય રાખડી

  • રાખડીમાં છે બ્રહ્મોસ મિસાઈલનું પરાક્રમ

  • ઐતિહાસિક ક્ષણને રાખડીઓમાં કંડારી

  • રાખડીનું લોકોમાં ભારે આકર્ષણ જગાવ્યું  

સુરતમાં એક અનોખી અને રાષ્ટ્રપ્રેમથી છલકાતી રાખડીઓ બજારમાં ધૂમ મચાવી રહી છે.'ઓપરેશન સિંદૂર'માં પાકિસ્તાન સામે ભારતના શૌર્ય અને શક્તિશાળી બ્રહ્મોસ મિસાઈલના પરાક્રમને યાદ કરતી ખાસ રાખડીઓ લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની છે.

ભારતીય સેના અને બ્રહ્મોસ મિસાઈલના શૌર્યની ગાથા વિશ્વભરમાં ગુંજી રહી છેત્યારે હવે સુરતના જ્વેલર્સ આ ઐતિહાસિક ક્ષણને રાખડીઓમાં કંડારી રહ્યા છે. આ ખાસ રાખડીઓની વધુ એક વિશેષતા એ છે કે તે તિરંગાના રંગોવાળી દોરી સાથે સજ્જ છે. આ તિરંગાની દોરી ભારતીય હોવાનો ગર્વ અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપે છે.

સુરતના બજારમાં હાલ સોના અને ચાંદીમાંથી બનેલી બ્રહ્મોસ મિસાઇલની ડિઝાઈનવાળી નાની રાખડીઓની માંગ આસમાને પહોંચી છે.'બ્રહ્મોસ રાખડીતરીકે જાણીતી થયેલી આ રાખડીઓ ખૂબ જ લોકપ્રિય બની રહી છે.ચાંદીની બ્રહ્મોસ મિસાઈલવાળી રાખડી લગભગ 10 ગ્રામ વજનની છે અને તેની કિંમત અંદાજે 2500 રૂપિયા છે. જ્યારેસોનાની બ્રહ્મોસ મિસાઈલવાળી રાખડી ખાસ 9 કેરેટ ગોલ્ડમાંથી તૈયાર કરવામાં આવી છે5થી 6 ગ્રામ વજનમાં તૈયાર થતી આ સોનાની રાખડીઓની કિંમત 60,000થી 80,000 રૂપિયા છે.