સુરતના હીરા ઉદ્યોગને મળશે વેગ, PM નરેન્દ્ર મોદીના હસ્તે ડ્રીમ સિટી પ્રોજેક્ટના વિવિધ કાર્યોનું આવતીકાલે થશે લોકાર્પણ અને ખાતમુર્હુત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતના હીરાઉદ્યોગ વેપારીઓ માટે શરૂ કરવામાં આવેલા ડ્રીમ સિટીના મુખ્ય પ્રવેશદ્વાર તેમજ ફેઝ-1ના કાર્યોનું લોકાર્પણ કરશે.

સુરતના હીરા ઉદ્યોગને મળશે વેગ, PM નરેન્દ્ર મોદીના હસ્તે ડ્રીમ સિટી પ્રોજેક્ટના વિવિધ કાર્યોનું આવતીકાલે થશે લોકાર્પણ અને ખાતમુર્હુત
New Update

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતના હીરાઉદ્યોગ વેપારીઓ માટે શરૂ કરવામાં આવેલા ડ્રીમ સિટીના મુખ્ય પ્રવેશદ્વાર તેમજ ફેઝ-1ના કાર્યોનું લોકાર્પણ કરશે. સુરતમાં ડાયમંડ ટ્રેડિંગ બિઝનેસના ઝડપી વિકાસ માટે કોમર્શિયલ અને રેસિડેન્શિયલ સ્પેસની વધતી માંગને પહોંચી વળવા ગુજરાત સરકારે એક સ્પેશિયલ પર્પઝ વ્હીકલની રચના કરી, જેને "ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કેન્ટાઇલ સિટી લિમિટેડ-DREAM સિટી નામ આપવામાં આવ્યું. આ ડ્રીમ સિટી એક સર્વિસ પ્રોવાઇડર તરીકે કામ કરશે.

DREAM સિટી પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.29મી સપ્ટેમ્બરે વડાપ્રધાનશ્રી (GFX IN)ડ્રીમ સિટીમાં રૂપિયા 103 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા ફેઝ-1ના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કાર્યોનું લોકાર્પણ કરશે. આ સાથે જ, તેઓ રૂપિયા 9 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા ડ્રીમ સિટીના મુખ્ય પ્રવેશદ્વારનું લોકાર્પણ કરશે. ફેઝ-1નું કામ પૂર્ણ થતા વડાપ્રધાનશ્રી ફેઝ-2ના કાર્યોનું ખાતમુહૂર્ત પણ કરશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતમાં હીરાઉદ્યોગને વેગ આપતા ડ્રીમ સિટી પ્રોજેક્ટના કુલ રૂપિયા 369 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

#Connect Gujarat #BeyondJustNews #launched #Surat #PM Narendra Modi #diamond industry #Dream City project
Here are a few more articles:
Read the Next Article