/connect-gujarat/media/media_files/2025/08/19/diamond-theft-case-2025-08-19-20-13-25.jpg)
સુરતના કાપોદ્રામાં રૂપિયા 32 કરોડના હીરાની ચોરીના કેસમાં હવે ચોંકાવનારો વળાંક આવ્યો છે. ક્રાઇમ બ્રાંચ અને કાપોદ્રા પોલીસે મળીને કેસની ઊંડાણપૂર્વક તપાસ કરતાં આ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે..આ ઘટનામાં માલિક પોતેજ આરોપી નીકળ્યો છે. એટલે કે જે વ્યક્તિએ હીરા ચોરીની ફરિયાદ નોંધાવી હતી, એ જ આરોપી નીકળ્યો.
મળતી માહિતી અનુસાર, ડી.કે. એન્ડ સન્સ નામની હીરાનો વેપાર કરતી કંપનીના માલિક દેવેન્દ્રકુમાર ચૌધરીએ કરોડોના હીરા ચોરીનું આખુ ષડયંત્ર રચ્યું હતું. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે કંપનીમાંથી કોઈ પણ પ્રકારની હીરાની ચોરી થઈ જ નહોતી. સમગ્ર ઘટનાનું તરકટ ફરિયાદી દ્વારા પોતે જ ઘડાયું હતું. પોલીસે જ્યારે ઉલટ તપાસ હાથ ધરી ત્યારે દેવેન્દ્રકુમાર ચૌધરી વિરુદ્ધ પુરાવા મળતા તેમને આરોપી તરીકે ઓળખી કાર્યવાહી શરૂ કરી.