રાંદેરમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
સાડી પહેરીને ચોરી કરવા આવ્યા હતા તસ્કરો
ચોરોએ ધારણ કર્યો હતો મહિલાનો વેશ
ચોરીના બે આરોપીઓ જેલના સળિયા પાછળ
લેડીઝ ગેટઅપ વાળી ગેંગના બે સાગરીતો ઝડપાયા
સુરતના રાંદેરમાં પોલીસથી બચવા માટે ચોરોએ ફિલ્મી સ્ટાઈલ અપનાવી હતી. કબૂતરખાના વિસ્તારમાં થયેલી લાખો રૂપિયાની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને મોટી સફળતા મળી છે.ચોરી કરવા આવેલા ઈસમોએ ઓળખ છુપાવવા માટે મહિલાના કપડા પહેર્યા હતા.
સુરતના રાંદેર વિસ્તારમાંથી એક અજીબોગરીબ ચોરીનો મામલો સામે આવ્યો છે, જ્યાં પોલીસથી બચવા માટે ચોરોએ ફિલ્મી સ્ટાઈલ અપનાવી હતી. રાંદેરના કબૂતરખાના વિસ્તારમાં થયેલી લાખો રૂપિયાની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં રાંદેર પોલીસને મોટી સફળતા મળી છે. ચોરી કરવા આવેલા ઈસમોએ ઓળખ છુપાવવા માટે મહિલાના કપડાં પહેર્યા હતા, પરંતુ પોલીસની બાજ નજરથી તેઓ બચી શક્યા નથી.
સુરતનું રાંદેર અને તેમાં પણ ગીચ ગણાતો કબૂતરખાના વિસ્તારમાં થોડા દિવસો પહેલા અહીં એક બંધ મકાનમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના ઘરેણાની ચોરી થઈ હતી.
જ્યારે પોલીસે આસપાસના CCTV ફૂટેજ તપાસ્યા ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. વીડિયોમાં મહિલાના વેશમાં દેખાતા શખ્સો હકીકતમાં રીઢા ચોર હતા. પોલીસને ગેરમાર્ગે દોરવા માટે આ ઈસમોએ સાડી અને મહિલાના કપડાં પહેરીને ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો.
રાંદેર પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આ ટોળકીના બે સાગરીતોને દબોચી લીધા છે. કુલ 4 શખ્સોમાંથી હાલ 2 પોલીસની ગીરફતમાં છે અને લાખોનો મુદ્દામાલ રિકવર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.