/connect-gujarat/media/media_files/2025/10/11/surat-fake-currency-2025-10-11-18-10-37.jpg)
સુરત પાંડેસરા વિસ્તારમાં નકલી ચલણી નોટ છાપવાના રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો હતો,અને ત્રણ આરોપીની ધરપકડ કરીને પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા એક મકાનમાં નકલી ચલણી નોટો છાપવાનું રેકેટ ધમધમતું હોવાની માહિતી પોલીસને મળી હતી. જે માહિતીને આધારે પોલીસે રેડ કરી હતી,પોલીસની રેડમાં આખા ષડયંત્રનો પર્દાફાશ થયો હતો.જેમાં પોલીસે સ્થળ પરથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.
પોલીસે મકાનમાંથી ચલણી નોટો તેમજ પ્રિન્ટર, કાગળો સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને રૂપિયા 500ના દરની 3 નોટ,200નાં દરની 3 નોટ અને રૂપિયા 100નાં દરની 6 બનાવટી ચલણી નોટો તથા પ્રિન્ટર,કાગળ, સ્કેલ, કટર અને ત્રણ મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપી આર્થિક લાભ મેળવવા તેમજ ભારતીય અર્થતંત્રને ખોખલુ કરવાના ઈરાદે આ બનાવટી ચલણી નોટો ભારતીય બજારમાં ફરતી કરવા પોતાના કબ્જામાં રાખેલી હતી.હાલ પોલીસે આ ઘટનામાં વધુ તપાસ શરૂ કરી છે.