Connect Gujarat
સુરત 

ટોક્યો ઓલિમ્પિક : ભારતીય મહિલા હોકી ટીમ ફાઈનલ જીતે, તો મકાન અને કાર આપવાની જાહેરાત..!

ટોક્યો ઓલિમ્પિક : ભારતીય મહિલા હોકી ટીમ ફાઈનલ જીતે, તો મકાન અને કાર આપવાની જાહેરાત..!
X

સુરતના હીરા ઉદ્યોગ અગ્રણી સવજી ધોળકિયાએ સોશિયલ મીડિયા થકી ટોક્યો ઓલમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતી મહિલા હોકી ટીમ માટે એક અનોખી જાહેરાત કરી છે.

ભારતીય મહિલા હોકી ટીમે ઈતિહાસ સર્જતા ટોક્યો ઓલિમ્પિકની સેમિ ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. જોકે, છેલ્લા 41 વર્ષમાં આ પહેલીવાર બન્યું છે, જ્યારે ભારતીય મહિલા હોકી ટીમે આ સિદ્ધિ હાંસલ કરી છે, ત્યારે તેઓને બિરદાવવા માટે સુરતના ડાયમંડ કિંગ સવજી ધોળકિયાએ મહિલા હોકી ટીમની ખેલાડીઓ ગોલ્ડ મેડલ જીતી લાવશે તો, રૂપિયા 11 લાખ સુધીનું ઘર અથવા નવી કાર આપવાની સોશિયલ મીડિયા થઈ જાહેરાત કરી છે.

જોકે, ભુતકાળમાં સવજી ધોળકિયાએ પોતાની કંપનીના સ્ટાફને કાર, જ્વેલરી સહિત મકાનો પણ ભેટ સ્વરૂપે આપ્યા હતા, ત્યારે હવે તેઓએ ભારતીય મહિલા હોકી માટે એક અનોખી જાહેરાત કરી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

Next Story