સુરત : હોટલમાં સર્જાય કરુણ ઘટના,દોઢ વર્ષનું બાળક પાણીમાં તરફડિયા મારીને મોતને ભેટ્યુ

તાત્કાલિક બાળકને પાણીમાંથી બહાર કાઢીને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું....

New Update
  • યુફોરિયા હોટલમાં સર્જાય કરુણ ઘટના

  • દોઢ વર્ષના બાળકને રમતા રમતા મળ્યું મોત

  • બાળક વોટર પોન્ડમાં પડતા મોતને ભેટ્યો

  • માતાપિતાનો જમવાનો આનંદ શોકમાં ફેરવાયો

  • હોટલની સુરક્ષા વ્યવસ્થા પર પણ ઉઠ્યા સવાલ  

સુરત શહેરના પાલ વિસ્તારમાં આવેલી યુફોરિયા હોટલમાં બનેલી એક અત્યંત કરુણ ઘટનામાં દોઢ વર્ષના માસૂમ બાળકનું વોટર પોન્ડમાં ડૂબી જવાથી મોત થયું હતું.બનાવને પગલે દોડધામ મચી ગઈ હતી.

સુરત શહેરના પાલ વિસ્તારમાં આવેલી યુફોરિયા હોટલમાં કરૂણ ઘટના બની હતી.જેમાં વિજય સાવલિયા તેમના પત્ની અને દોઢ વર્ષના પુત્ર ક્રિશીવ સાથે શહેરની યુફોરિયા હોટલમાં જમવા માટે ગયા હતા. આ દરમિયાન ક્રિશીવ રમતા રમતા બેન્કવેટ હોલની બહાર નીકળી ગયો અને ત્યાં આવેલા વોટર પોન્ડમાં અચાનક પડી ગયો હતો.

આસપાસ કોઈની નજર ન પડતા,નિર્દોષ બાળક લગભગ 15 મિનિટ સુધી પાણીમાં તરફડિયા મારતું રહ્યું હતું. આખરેબેન્કવેટ હોલની બહાર બેઠેલા એક અન્ય ગ્રાહકની નજર આ માસૂમ પર પડી અને તેમણે તાત્કાલિક બૂમાબૂમ કરી હતી. ઘટનાની જાણ થતાં જ હોટલનો સ્ટાફ અને ક્રિશીવના માતા-પિતા ત્યાં દોડી આવ્યા હતા.

તાત્કાલિક બાળકને પાણીમાંથી બહાર કાઢીને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકેહોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું. તબીબોએ તપાસ કરતા તેને મૃત જાહેર કર્યો હતો. આ કરુણ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છેઅને હોટલની સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઉઠી રહ્યા છે. એક નિર્દોષ બાળકના મોતથી તેના માતા-પિતા પર  આભ તૂટી પડ્યું છે.

Latest Stories