New Update
સુરત સિવિલ હોસ્પિટલના ટોયલેટમાં બે જુડવા શિશુના જન્મ
ઇમર્જન્સી વોર્ડના ટોયલેટમાં અધૂરા માસે જન્મેલા બે શિશુના મોત
સગર્ભા મહિલાએ ચાર માસે જુડવા બાળકોને આપ્યો જન્મ
ડિંડોલીની 27 વર્ષીય મહિલા સાથે બની ઘટના
મહિલા હાલ ગાયનેક વોર્ડમાં સારવાર હેઠળ
સુરત સિવિલ હોસ્પિટલમાં લેબરપેન અને રક્તસ્ત્રાવ સાથે સારવાર અર્થે આવેલી મહિલાએ ટોયલેટમાં અધૂરા માસે બે જુડવા બાળકોને જન્મ આપ્યો હતો,જે બંને મૃત્યુ પામ્યા હતા,જ્યારે મહિલા સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.
સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતી 27 વર્ષીય સગર્ભા મહિલાને અચાનક અસહ્ય લેબરપેન થતા રક્તસ્ત્રાવ થયો હતો.અને મહિલાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી,જોકે મહિલા લેબરપેનની અસહ્ય પીડા સાથે ટોયલેટમાં ગઈ હતી,જ્યાં તેણીએ અધૂરા માસે એટલે કે 4 માસના બે જુડવા બાળકોને જન્મ આપ્યો હતો,જોકે અધૂરા માસે અને અવિકસિત હોવાથી બંને શિશુ મોતને ભેટ્યા હતા,અને જન્મ આપનારી માતા હાલ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.
Latest Stories