સુરત:સિવિલ હોસ્પિટલના ટોયલેટમાં અધૂરા માસે જન્મેલા જુડવા શિશુના મોત

સુરત સિવિલ હોસ્પિટલમાં લેબરપેન અને રક્તસ્ત્રાવ સાથે સારવાર અર્થે આવેલી મહિલાએ ટોયલેટમાં અધૂરા માસે બે જુડવા બાળકોને જન્મ આપ્યો હતો. જે બંને મૃત્યુ પામ્યા હતા

New Update

સુરત સિવિલ હોસ્પિટલના ટોયલેટમાં બે જુડવા શિશુના જન્મ 

ઇમર્જન્સી વોર્ડના ટોયલેટમાં અધૂરા માસે જન્મેલા બે શિશુના મોત

સગર્ભા મહિલાએ ચાર માસે જુડવા બાળકોને આપ્યો જન્મ 

ડિંડોલીની 27 વર્ષીય મહિલા સાથે બની ઘટના

મહિલા હાલ ગાયનેક વોર્ડમાં સારવાર હેઠળ

સુરત સિવિલ હોસ્પિટલમાં લેબરપેન અને રક્તસ્ત્રાવ સાથે સારવાર અર્થે આવેલી મહિલાએ ટોયલેટમાં અધૂરા માસે બે જુડવા બાળકોને જન્મ આપ્યો હતો,જે બંને મૃત્યુ પામ્યા હતા,જ્યારે મહિલા સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. 
સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતી 27 વર્ષીય સગર્ભા મહિલાને અચાનક અસહ્ય લેબરપેન થતા રક્તસ્ત્રાવ થયો હતો.અને મહિલાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી,જોકે મહિલા લેબરપેનની અસહ્ય પીડા સાથે ટોયલેટમાં ગઈ હતી,જ્યાં તેણીએ અધૂરા માસે એટલે કે 4 માસના બે જુડવા બાળકોને જન્મ આપ્યો હતો,જોકે અધૂરા માસે અને અવિકસિત હોવાથી બંને શિશુ મોતને ભેટ્યા હતા,અને જન્મ આપનારી માતા હાલ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.
#Gujarat #died #Surat #babies #prematurely
Here are a few more articles:
Read the Next Article