સુરત : SVNITમાં બર્થ ડે બોયને સાથી વિદ્યાર્થીએ બેલ્ટ વડે માર મારતો વિડીયો વાયરલ,રેગિંગ કે સેલિબ્રેશન તપાસો વિષય!

સુરત : SVNITમાં બર્થ ડે બોયને તેનો સાથી વિદ્યાર્થી રડવા માટે અને નીચે બેસવા માટે કહે છે,પરંતુ બર્થ ડે બોય સતત ના કહેતા તે એને બેલ્ટ વડે માર મારે છે.

New Update
  • SVNITમાં વિદ્યાર્થીને બેલ્ટ વડે માર મારવાનો મામલો

  • બર્થ ડે બોયને બેલ્ટ વડે માર મારવામાં આવ્યો હતો

  • ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

  • રેગિંગ કે સેલિબ્રેશન તપાસનો વિષય

  • કોલેજે કર્યો ઘટનામાં લૂલો બચાવ

સુરતની SVNIT કોલેજનો એક વિડીયો વાયરલ થયો છે,જેમાં બર્થ ડે બોયને સાથી વિદ્યાર્થી બેલ્ટ વડે માર મારી રહ્યો છે,અને તે કહે તે મુજબ અનુસરવા માટે જણાવે છે.પરંતુ બર્થ ડે બોય સતત ના કહેતા તેને બેલ્ટથી માર મારવામાં આવે છે.આ ઘટના બર્થ ડે સેલિબ્રેશન છે કે રેગિંગ તે તપાસનો વિષય બની ગયો છે.

સુરતની SVNIT કોલેજમાં જ એક વિદ્યાર્થીના જન્મદિવસ નિમિત્તે તેના સાથી વિદ્યાર્થીએ બેલ્ટ વડે માર માર્યો હતો,જેમાં બર્થ ડે બોયને તેનો સાથી વિદ્યાર્થી રડવા માટે અને નીચે બેસવા માટે કહે છે,પરંતુ બર્થ ડે બોય સતત ના કહેતા તે એને બેલ્ટ વડે માર મારે છે.આ અંગેનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

જયારે સમગ્ર ઘટના કોલેજ સંચાલકોના ધ્યાન પર આવતા તેઓએ આ ઘટનામાં લૂલો બચાવ કર્યો હતો,અને જણાવ્યું હતું કે આ રેગિંગનો મામલો નથી પરંતુ અંદર અંદર રમત કરી રહ્યા છે,અને આ વિડીયો વર્ષ 2024નો હોવાનું જાણવા મળ્યું છે.હવે આ આખી ઘટના તપાસનો વિષય બની ગયો છે.