સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાની કંપનીમાં બ્લાસ્ટ થતાં 3 કામદારોને ગંભીર ઇજાના પગલે સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.સુરેન્દ્રનગર : સાયલા પંથકની કેમિકલ કંપનીમાં થયો બ્લાસ્ટ, 3 કામદારોને ગંભીર ઇજા…
મળતી માહિતી અનુસાર, સાયલા તાલુકાના સર્વોદય જીન વિસ્તારમાં આવેલ સિધ્ધી કેમિકલ નામની રસાયણ કંપનીમાં ચાલતી કામગીરી દરમ્યાન અચાનક બ્લાસ્ટ થયો હતો. જોકે, કાચની પેનલમાં ધડાકાભેર બ્લાસ્ટ થતાં નજીકમાં કામ કરી રહેલા કામદારો પૈકી ૩ કામદારોને શરીરે ગંભીર ઇજાઓ પહોચી હતી. બનાવના પગલે કપમાની સત્તાધીશો સહિતના અન્ય કર્મચારીઓ તાત્કાલિક દોડી આવી ઇજાગ્રસ્ત કામદારોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા, ત્યારે હાલ તો સિધ્ધી કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થવાનું ચોક્કસ કારણ જાણી શકયું નથી. પરંતુ કમ્પ્રેસરનું પ્રેસર વધી જતાં બ્લાસ્ટ થયાનું અનુમાન લાગડવામાં આવી રહ્યું છે.
