સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા બાદ હવે સુરેન્દ્રનગર શહેરની શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં 17 વર્ષની કિશોરીને ટ્યૂશન ક્લાસીસ ચલાવતો શિક્ષક ભગાડીને લઇ જતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.

મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર શહેરમાં વિશ્વાસ ટ્યૂશન ક્લાસિસ ચલાવતા સુનિલ દાવડા નામના લંપટ શિક્ષકે લગ્ન કરવાના બહાને કિશોરીને ભગાડી ભગાડીને લઈ જતાં કિશોરીની માતાએ પોલીસ સમક્ષ પોતાની દીકરીને વહેલી તકે શોધી કાઢવા આજીજી કરી હતી, જ્યારે પોલીસ ફરિયાદને પણ દોઢ મહિનો વિતવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં સગીરાના માતા-પિતા ન્યાય માટે રઝળી રહ્યાં છે. જોકે, થોડા સમય અગાઉન ચોટીલામાં એક લંપટ શિક્ષખ વિદ્યાર્થીનીને ભગાડી ગયો હતો. જે ઘટનાની હજુ શાહી સુકાઇ નથી, ત્યાં જ શિક્ષણ જગતને કલંકિત કરતો વધુ એક કિસ્સો સુરેન્દ્રનગર શહેરમાંથી સામે આવ્યો છે, ત્યારે ન્યાય માટે રઝળપાટ કરતા દિકરીના માતા-પિતા પોલીસ કામગીરી ન કરતી હોવાના આક્ષેપો પણ વિદ્યાર્થીનીના માતા પિતાએ કર્યા હતા. શિક્ષણ ક્ષેત્રને લાંછન લગાવતો વધુ એક કિસ્સો સુરેન્દ્રનગરમાં બનતા વાલીઓમાં રોસની સાથે ચિંતાની લાગણી પ્રસરી જવા પામી છે.