સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીતેલા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો માટે ગાંધીનગર સ્થિત ભાજપ કમલમ કાર્યાલય ખાતે અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
તાજેતરમાં જ સમગ્ર રાજ્ય સહિત સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનીક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે. જેમાં મોટા ભાગની બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ચૂંટાઈને આવ્યા છે, ત્યારે સ્પષ્ટ બહુમતી સાથે જીતેલા ભાજપના ઉમેદવારો માટે ગાંધીનગર સ્થિત ભાજપ કમલમ કાર્યાલય ખાતે અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીતેલા ઉમેદવારોનું અભિવાદન કરવામાં આવ્યું હતું.
તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાના વિજેતા ઉમેદવારોને મહાનુભાવો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ પ્રસંગે સુરેન્દ્રનગર જિલ્લાના ધારાસભ્યો, પ્રદેશ મહામંત્રી અને જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.એટલું જ નહીં, આગામી 8થી 10 દિવસમાં પ્રમુખ, ઉપપ્રમુખ, મેયર અને ડેપ્યુટી મેયરના નામ જાહેર કરવામાં આવશે.
