સુરેન્દ્રનગર : થાનગઢમાં મરચાની ભુકી નાંખી 50 લાખ રૂપિયાની દિલધડક લુંટ, ત્રણેય લુંટારૂ CCTVમાં દેખાયાં

New Update
સુરેન્દ્રનગર : થાનગઢમાં મરચાની ભુકી નાંખી 50 લાખ રૂપિયાની દિલધડક લુંટ, ત્રણેય લુંટારૂ CCTVમાં દેખાયાં

સુરેન્દ્રનગરના થાનગઢમાં આંગડીયા પેઢીના કર્મચારીની આંખમાં મરચાની ભુકી નાંખી 50 લાખ રૂપિયા ભરેલાં થેલાની લુંટ ચલાવી ત્રણ લુંટારૂઓ ફરાર થઇ ગયાં છે.

સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢની મહાલક્ષી શેરીમાં રહેતા ભરત દવેએ સુરેન્દ્રનગર પોલીસ કન્ટ્રોલ રૂમને જાણ કરી હતી કે, થાનગઢ મહાલક્ષ્મી શેરીમાં રહેતા વિરલ ગાંધી એમના રહેણાંક મકાનેથી રૂ. 50 લાખ રોકડા લઇને એકટીવાની આગળના ભાગે મુકીને આંગડીયા પેઢી તરફ જઇ રહયાં હતાં. તે વેળા ડોક્ટર રાણા સાહેબના દવાખાના વાળી ગલીમાં પહોંચતા સામેથી પગપાળા આવેલાં ત્રણ અજાણ્યા ઇસમોએ વિરલ ગાંધી ઉપર મરચાની ભૂકી  છાંટી ઝપાઝપી કરી એમની પાસે એક્ટીવા પર રાખેલો રૂ. 50 લાખનો થેલો તફડાવી ફરાર થઇ ગયા હતાં. રોકડ રકમ ભરેલો થેલો આંચકી ત્રણેય લુંટારૂઓ નંબર પ્લેટ વિનાની બાઇક પર નાસી છુટયાં હતાં. લુંટ કરીને ફરાર થયેલા ત્રણેય શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. ફરીયાદના આધારે સુરેન્દ્રનગર પોલીસ કન્ટ્રોલ રૂમ તરફથી રાજકોટ સીટી અને ગ્રામ્ય, મોરબી, અમદાવાદ સીટી અને ગ્રામ્ય, બોટાદ, અમરેલી, જામનગર, ભાવનગર, મહેસાણા, પાટણ, કચ્છ અને ગાંધીધામ સહિતના જીલ્લાની પોલીસને જાણ કરી છે. લુંટારૂઓને ઝડપી પાડવા ઠેર ઠેર નાકાબંધી કરવામાં આવી છે.

Latest Stories