Connect Gujarat
Featured

સુરેન્દ્રનગર : પાટડીના રણમાં ફરી રહયો છે "દાનવ", જુઓ અગરિયાઓમાં કેમ છે ભય

સુરેન્દ્રનગર : પાટડીના રણમાં ફરી રહયો છે દાનવ, જુઓ અગરિયાઓમાં કેમ છે ભય
X

આજદિન સુધી તમે હિમમાનવ કે એલિયન વિશે સાંભળ્યું હશે પણ હવે અમે તમને બતાવવા જઇ રહયાં છે રણપ્રદેશમાં વસવાટ કરતાં રહસ્યમયી જીવ અથવા માનવ વિશે…. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના રણમાં વિશાળકાય પગલાંઓ જોવા મળતાં રહસ્યના તાણાવાણા સર્જાયાં છે…….

સુરેન્દ્રનગર જીલ્લામાં આવેલ પાટડી તાલુકાના રણ વિસ્તારમાં ઓડુ ગામ થી મીંઠાધોડા ગામ વચ્ચે વિશાળ પગલાંઓ જોવા મળતાં અનેક તર્ક વિર્તક થઇ રહયાં છે. સામાન્ય રીતે માણસના બે પગલાં વચ્ચે બે ફુટ જેટલું અંતર હોય છે પણ આ બે પગલાંઓ વચ્ચે 6 ફુટથી વધારેનું અંતર જોવા મળી રહયું છે.

દશાડા પાટડી તાલુકામાં આવેલ કચ્છના નાના રણ તરીકે ઓળખાતા રણમાં ઓડુ અને મીંઠાધોડા સહિત ગામ વચ્ચે આવેલ સફેદ ક્ષાર યુક્ત જમીનમાં જયારે સ્થાનિકોએ રાક્ષસી માનવ જેવા છ ફુટના અંતર જેવા અંદાજે 300 પગલા જેતા કુતુહલ પેદા થયુ હતુ અને આ રહસ્યમય વિરાટ માનવીના ડાબા અને જમણા પગલાઓ વચ્ચે અંતર માપતા છ ફુટનું જોવા મળ્યો હતુ. આ પગલાની દિશા જોતા પુર્વ દિશા તરફથી આવેલ રાક્ષસી માનવ ખારી વિસ્તાર ઓણગી અને રણ તરફ ગયો હોઇ તેવો અંદાજ છે…

સ્થાનિકોનું માનવુ છે કે જો કોઇ વ્યક્તિ કુદકા મારીને જાય તો પણ ત્રણસો જેટલા પગલા ન હોઇ અને બન્ને પગલાઓ વચ્ચે છ ફુટનું અંતર ન હોઇ…હવે આ રાક્ષસી માણસ કોણ છે અને કયા ગયો છે તે અંગે કોઈ માહિતી સ્થાનિકોને નથી મળી આ રણમાં મળી આવેલ છ ફુટના અંતરના પગલાઓ કોઇ સામાન્ય માનવીના ન હોઇ શકે પરંતુ કોઇ આટલી મોટી ફલાગ કોઇ પર ગ્રહવાસી કે એલિયનની જ હોય શકે ..પરંતુ હાલ આ પગલાઓ સ્થાનિકોએ જોતા રણમાં મીઠાના ભાગમાં સફેદમાં ઊપસી આવેલ પગલાઓ જોઈ શકાય છે હાલતો લોકોએ આ પગલાઓ ફરતે રાઉન્ડ કરી અને આ પગલાઓ ભુસાઇ નહી તેની તકેદારી રાખી રહ્યા છે.

પાટડીના રણ પ્રદેશમાં મીઠુ પકવતા અગરિયાઓ વસવાટ કરતાં હોય છે. ઓડુ ગામ પાસે દેખાયેલા વિશાળ પગલાંઓએ કોઇ દાનવ કે મોટુ જાનવર હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. વન વિભાગ તથા અન્ય સરકારી વિભાગો સ્થળ પર પહોંચી સત્યતાની ખરાઇ કરી લોકોના મનમાં પેસેલા ડરને દુર કરે તે જરૂરી છે. રણમાં બનેલી આ રહસ્યમયી ઘટના પરથી પડદો ઉંચકાશે કે પછી પગલાંઓ રણમાં જ તેનું અસ્તિત્વ ગુમાવી દેશે તે આગામી સમય જ બતાવશે..

Next Story