સુરેન્દ્રનગર : લીંબડીના રાણાગઢમાં દશેરાના બદલે અગિયારસના દિવસે રાવણના વધની છે અનોખી પરંપરા
લીંબડી તાલુકાના રાણાગઢ ગામમાં દશેરાની અનોખી ઉજવણી કરવામાં આવે છે.જેમાં દશેરાના બદલે અગિયારસના દિવસે રાવણ દહન કરવાના બદલે રાવણનો વધ કરવામાં આવે છે. ગુજરાત, સમાચાર
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના રાણાગઢ ગામમાં દશેરાની અનોખી ઉજવણી કરવામાં આવે છે.જેમાં દશેરાના બદલે અગિયારસના દિવસે રાવણ દહન કરવાના બદલે રાવણનો વધ કરવામાં આવે છે. અને વર્ષો જુની આ પરંપરા આજે પણ લોકોએ જાળવી રાખી છે.
અસત્ય પર સત્યના વિજય એવા દશેરાની ઉજવણી સમગ્ર દેશમાં ધામધૂમથી કરવામાં આવે છે,પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના રાણાગઢ ગામે અગિયારસના દિવસે દશેરાની ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર દેશમાં દશેરાના દિવસે રાવણનું દહન કરવામાં આવે છે પરંતુ રાણાગઢમાં દશેરાના બદલે અગિયારસના દિવસે દશેરાની ઉજવણી કરવામાં આવે છે અને રાવણનું દહન કરવાના બદલે રાવણનો વધ કરવામાં આવે છે. જેમાં લાકડી વડે રામ રાવણનું યુદ્ધ ખેલાય છે અને રામ રાવણના યુધ્ધને નિહાળવા સમગ્ર ગામ તેમજ આસપાસના લોકો એકઠા થાય છે.અંતે રામ દ્વારા રાવણનો વધ કરવામાં આવે છે.ત્યાર બાદ સમગ્ર ગામ જયશ્રી રામના ગગનચુંબી નારા સાથે ગુંજી ઉઠે છે. રાણાગઢ ગામમાં આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે અને આ પરંપરાને આજે પણ ગામ લોકોએ જીવંત રાખી છે.
