સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રાની ગોકુલ સોસાયટીના રહીશોએ “જળ એ જ જીવન”ના સૂત્રને કર્યું સાર્થક, જુઓ કેવી રીતે..!

New Update
સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રાની ગોકુલ સોસાયટીના રહીશોએ “જળ એ જ જીવન”ના સૂત્રને કર્યું સાર્થક, જુઓ કેવી રીતે..!

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરની ગોકુલ સોસાયટીમાં રહેતા 8 જેટલા પરિવાર દ્વારા વરસાદી પાણી ખૂબ સારી રીતે સંગ્રહ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા 12 વર્ષથી વરસાદના પાણીનો સંગ્રહ કરીને તે જ પાણીને પરિવારના સભ્યો દ્વારા વાપરવામાં આવી રહ્યું છે. જુઓ અમારો વિશેષ અહેવાલ...

 “જળ એ જ જીવન છે” અને “પાણી બચાવો”ના સૂત્ર દ્વારા સરકાર લોકોને પાણી બચાવવા માટે અપીલ પણ કરવામાં આવી રહી છે. જોકે છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાં વરસાદ સારો એવો પડે છે, ત્યારે આ વર્ષે પણ સારો વરસાદ પડ્યો છે. સરકાર દ્વારા પાણીનો સંગ્રહ થાય તે માટે ચેક ડેમ તેમજ તળાવ ઉડા પણ કરવામાં આવે છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરની ગોકુલ સોસાયટીમાં રહેતા 8 જેટલા પરિવાર દ્વારા છેલ્લા 12 વર્ષથી વરસાદના પાણીનો સંગ્રહ કરીને તે જ પાણી વાપરવામાં આવી રહ્યું છે.

ધ્રાંગધ્રા શહેરની ગોકુલ સોસાયટીમાં રહેતા પરિવારને આજદિન સુધી પાણીની કોઈ તકલીફ પડી નથી. ઉપરાંત પરિવારના સભ્યોને સાંધાના દુખાવા, પથરી જેવા અન્ય પાણી જન્ય રોગ પણ થતા નથી. જોકે પરિવારના સભ્યો બહારથી પીવા માટેનું પાણી પણ મંગાવતા નથી. ગોકુલ સોસાયટીમાં રહેતા તમામ મકાનોની અંદર 12000થી 15000 હજાર લીટર વરસાદી પાણીનો સંગ્રહ કરી શકે તે માટે અન્ડર ગ્રાઉન્ડ પાણીની ટાંકી પણ બનાવવામાં આવી છે. વરસાદની સીઝનમાં ધાબા ઉપર પડેલ વરસાદનું પાણી ડાયરેક્ટ અન્ડર ગ્રાઉન્ડ ટાંકીમાં સંગ્રહ થાય છે, અને જરૂર હોય ત્યારે તે પાણી લોકો વાપરી શકે છે.

સૌરાષ્ટ્રમાં પાણીનો કાયમી દુકાળ રહે છે. ત્યારે ગોકુલ સોસાયટીમાં રહેતા લોકો જેવું વરસાદી પાણી સંગ્રહ કરવાનું કાર્ય અન્ય લોકો પણ કરે તો “જળ એ જ જીવન”ના સૂત્રને સૌકોઈ સાર્થક કરી શકે. આપણા ગામમાં કે, રાજ્યમાં પાણીનો દુષ્કાળ પડે નહીં તે માટે લોકો પણ વરસાદી પાણીનો સદઉપયોગ કરે તો બારે માસ લીલાલહેર રહે જેથી રાજ્યમાં પાણીની સમસ્યા કાયમી હલ થઈ શકે છે.

Latest Stories