સુરેન્દ્રનગર ખાતે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ પધાર્યા

શક્તિસિંહ ગોહિલે કાર્યકરોની શુભેચ્છા મુલાકાત લીધી

પૂર્વ ધારાસભ્યના અવસાનને લઈ પરિવારને સત્વના આપી

પૂર્વ ધારાસભ્ય નંદ કિશોર દવેનું થયું હતું અવસાન

પરસોત્તમ રૂપાલાના નિવેદનને સમાજ વિરુદ્ધ ગણાવ્યું

લોકસભાની સામાન્ય ચૂંટણી પહેલાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે સુરેન્દ્રનગરની મુલાકાત લીધી હતી.

સુરેન્દ્રનગર ખાતે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કાર્યકરો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન આગામી લોકસભાની ચૂંટણીને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર પધારેલ કોંગ્રેસ પ્રમુખે પૂર્વ ધારાસભ્ય નંદ કિશોર દવેનું અવસાન થતાં તેમના પરિવારને સાંત્વના પાઠવી હતી. આ દરમિયાન ભાજપ નેતા પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશેના નિવેદન અંગે શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે રાજકીય નેતાઓએ કોઈપણ જ્ઞાતિ વિશે બોલવામાં સંયમ રાખવું જોઈએ અને આવા ખોટા વ્યભિચાર કે અપશબ્દ કોઈ જ્ઞાતિ કે સમાજ વિરુદ્ધ ન બોલવા જોઈએ.