New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/01153529/jjj.jpg)
કીમ ગ્રામ પંચાયત, પંચાયત થી લઇ કેન્દ્ર માં ભાજપ નું શાશન છે. પરંતુ આ ભાજપ પક્ષના દેશના વડા
પ્રધાનનું સ્વચ્છ ભારતનું સપનું છે અને સ્વચ્છતા બાબતે તેઓ સજાગ પણ છે. પરંતુ કીમ
ગામ પંચાયત જ્યાં લગભગ સરપંચ થી લઇ તમામ સભ્ય ભાજપાના કાર્યકરો છે.
જે વડા પ્રધાન ના સપના ના લીરેલીરા ઉડાડી રહ્યા છે.
કીમ પૂર્વ માં ફાટક પાસે જાણે ઉકરડાનું સર્જન થયું છે. કીમ ગામ માં પ્રવેશ માટે
ફાટક ક્રોસ કરવી જરૂરી છે અને કીમ રેલ્વે ફાટકનું ટ્રાફિક જગ જાહેર છે. ફાટક બંધ
હોઈ ત્યારે લાંબી કતારો અહિયાં લાગે છે અને આ કચરાના ઢગલા માંથી આવતી દુર્ગંધ ફાટક
ખુલવાની રાહ જોઈ ને ઉભેલા વાહન ચાલકો ને નાક દબાવા ફરજ પડી રહી છે.
Latest Stories